Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ચાનો ધંધાર્થી હમીર તમંચા અને કાર્ટીસ સાથે પકડાયોઃ લીંબડીના વડોદના હિતેષ કોળીનું નામ ખુલ્યું

મારામારી, ચોરીમાં પકડાઇ ચુકેલા ભરવાડ શખ્સે શોખ માટે હથીયાર રાખ્યું'તું!

રાજકોટઃ શહેર ક્રાઇમ બ્રાંચે રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળા પાસે રહેતાં અને જામનગર રોડ વ્હોરા સોસાયટી નજીક ધરમ ટી સ્ટોલ નામે ચાનો થડો ધરાવતાં હમીર મેરામભાઇ જોગરાણા (ઉ.૨૧) નામના ભરવાડ શખ્સને તમંચો અને એક જીવતા કાર્ટીસ સાથે જામનગર રોડ બજરંગવાડી પોલીસ ચોકી પાસેથી પકડી લઇ એક બાઇક મળી કુલ રૂ. ૪૫૧૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, એસીપી જયદિપસિંહ સરવૈયાની સુચનાથી તથા પી.આઇ. એચ. એમ. ગઢવીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ કે. કે. જાડેજા અને ટીમના હેડકોન્સ. સિધ્ધરાજસિંહ ચુડાસમા, રાજેશભાઇ બાળા, કોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાળા, વિરદેવસિંહ જાડેજા, ડાયાભાઇ બાવળીયા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, વિજયભાઇ ડાંગર સહિતની ટીમ ગેરકાયદે પ્રવૃતિ ડામવા પેટ્રોલીંગમાં નીકળ્યા ત્યારે હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા અને કોન્સ. રઘુવીરસિંહ વાળાને ચોક્કસ બાતમી મળતાં હમીર ભરવાડને દબોચી લેવાયો હતો. પોલીસના કહેવા મુજબ આ શખ્સ અગાઉ મારામારી અને ચોરી જેવા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. તમંચો અને કાર્ટીસ તે લીંબડીના વડોદ ગામના હિતેષ કોળી પાસેથી લાવ્યાનું અને શોખ માટે રાખ્યાનું રટણ કરતો હોઇ વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(11:32 am IST)