Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ટેકાના ભાવથી કૃષિક્ષેત્રે સમૃધ્ધિ લહેરાઇ ઉઠશેઃ ભંડેરી-ભારદ્વાજ

સરકારનો નિર્ણય કિસાન હિતલક્ષીઃ મિરાણી

રાજકોટ તા.૫: ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારે ખેડુતો માટે ટેકના ભાવ વધારવા કરેલા કિસાન હિતલક્ષી નિર્ણયને આવકારી જણાવ્યું કે હવે  દેેશના કિસાનો માટે સોનાનો સૂરજ ઉગશે.

છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્રની ભાજપ સરકારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સહિત ખેડુત અને ગામડાને એકમ બનાવી દેશના કિસાનની મહેનત એળે ન જાય તેમજ એની પેદાશના પૂરતા ભાવ મળે તેવા અનેકાનેક નિર્ણયો કર્યા છે ત્યારે દેશના કિસાનોની મહેનતમાં નવા પ્રાણ પુર્યા છે તેમજ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારે ખેડુતો માટે અનેકવિધ યોજનાઓ ટુંકાગાળામં અમલમાં મુકી છે. ખાસ કરી અનિયમિત વરસાદ સામે દેશના ખેડુતોને રક્ષણ આપી આર્થિક રીતે સશકત બનાવવાના હેતુથી પ્રધાનમંત્રી ફસલ વીમાયોજના અમલમાં મુકવામાં આવી હોવાનું શ્રી ભંડેરી, શ્રી ભારદ્વાજે જણાવ્યું છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે ભાજપ સરકારે ખેડુતો માટે ટેકાના ભાવ વધારવા કરેલા નિર્ણયને કિસાન હિતલક્ષી ગણાવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે, દેશના કિસાનની મહેનત એળે ન જાય તેમજ એની પેદાશના પૂરતા ભાવ મળે તેવા અનેકાનેક નિર્ણયો કરી સરકારે પણ ટેકાના ભાવમાં દોઢથી બે ગણો વધારો કરી દેશના કિસાનોની મહેનતમાં નવા પ્રાણ પુરાયા છે. (૧.૧૯)

(5:18 pm IST)