Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ભાજપ સરકારે ટેકાના ભાવનો નિર્ણય જાહેર કરતા ખેડુતોમાં દિવાળી જેવો માહોલ : રાજુ ધ્રુવ

રાજકોટ તા. ૫ : ભારત કૃષિપ્રધાન દેશ છે અને ૭૦ ટકા વસ્તી સીધી કે આડકતરી રીતે ખેતી સાથે જોડાયેલછે ત્યારે કેન્દ્રની મોદી સરકારે ટેકાના ભાવનો ખેડુત હીતલક્ષી નિર્ણય જાહેર કતા ખેડુતોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હોવાનું ભાજપ સરકારના આ પગલાને આવકારતા રાજુભાઇ ધ્રુવે જણાવેલ છે.

તેઓએ વધુમાં જણાવ્યુ છે કે ખેત જણસના ભાવો વધવાની સાથો સાથ કૃષિ સંલગ્ન અન્ય વ્યવસાય થકી ખેડુતો અને ગ્રામ્યજનો માટે આવકનાં નવા સ્ત્રોત ઉભા કરવાના લક્ષ્યાંકોને હાંસલ કરવા સરકાર અનેક યોજનાઓ સુદ્રઢપણે અમલ કરી રહી છે.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, પ્રધાનમંત્રી પાક વિમા યોજના, નીમ કોટેડ યુરિયા, કિસાન ક્રેડીટ કાર્ડ, કૃષિ સંપદા યોજના, દેશના માર્કેટ યાર્ડને ઇ-નામ સાથે જોડવા, પોસ્ટ હાર્વેસ્ટીંગથી માંડી વેલ્યુ એડીશન જેવી દરેક કૃષિ બાબતોને સાંકળી દેતા અનેક પગલા ભાજપ સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.

ટેકાના ભાવમાં લગભગ દરેક કૃષિ ઉત્પાદનો માટે દોઢગણો અને અમુક પાકોમાં તો તેથી પણ વધુ રકમનો વધારો જોવા મળી રહ્યો હોય ખેડુતો સધ્ધર બનશે. ર૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી થઇ જશે તે બેમત વિનાની વાત હોવાનું દ્રઢપણે રાજુભાઇ ધ્રુવ (મો.૯૪૨૬૭ ૧૯૫૫૫) એ જણાવ્યુ છે. (૧૬.૩)

(5:19 pm IST)