Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

શિક્ષણ શાસ્ત્ર ભવન અને કોલેજોમાં માંડ ... માંડ M.Ed ના છાત્રો મળ્યાઃ ગુજરાત યુનિ.માં મળતા નથી!

રોજગારી ન મળતા તેમજ બે વર્ષનો કોર્ષ થતાઃ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૦૦ બેઠકોમાં પ્રવેશ થયા જયારે ગુજરાત યુનિવર્સિટીમાં ૫૪૦ માંથી માત્ર ૧૩૯ બેઠકોમાં પ્રવેશઃ ૧૦ કોલેજો ખાલીખમ

રાજકોટ તા.૫: ભારત સરકાર દ્વારા અનેકક્ષેત્રે પરિવર્તન કરી રહી છે ત્યારે લાંબાગાળાની યોજનાને નબળો પ્રતિસાદ સાંપડે છે. શિક્ષણમાં    NEET-JEE સહિત અને સ્પર્ધાત્મક પરિક્ષાથી રાજયોની હાલત કફોડી બની છે. તેવી રીતે NCTE  દ્વારા બીએડનો અભ્યાસક્રમ બે વર્ષનો કરતા સમગ્ર શિક્ષણશાસ્ત્ર વિદ્યાલયો તરફથી છાત્રોએ 'મોં' ફેરવ્યું છે. આટલુ ઓછુ હોય તેમ B.Ed નો કોર્ષ બે ને બદલે ચાર વર્ષનો કરવાની વિચારણા ચાલી રહી છે.

બી.એડનો અભ્યાસક્રમ ૨ વર્ષનો થયા બાદ પણ રોજગારીનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થતા હવે શિક્ષક બનવાનો 'મોહ' છાત્રો છોડી રહયા છે તેવામાં માસ્ટર ડિગ્રીનો કોર્ષ કરવામાં પણ ભારે ઉદાસીનતા છવાઇ છે.

ગુજરાતમાં M.Ed નો અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા પડાપડી થતી હતી. તેમાં આજે કોઇ લેવાલ નથી, સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણશાસ્ત્ર ભવન અને ૩ ખાનગી કોલેજોમાં માંડ ... માંડ છાત્રોએ પ્રવેશ લીધો છે. જયારે ગુજરાત યુનિવર્સિટીમાં તો M.Ed  પ્રવેશ ઇચ્છુકો શોધવા છતા મળતા નથી.

સોેૈરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ભવનમાં ૨૦૦ M.Ed ની બેઠકો છે પ્રવેશ માટે ૨૪૧ છાત્રોએ અરજી કરી હતી. અનેક જાહેરાતો બાદ એમ.એડમાં ૨૦૦ છાત્રોએ પ્રવેશ લીધો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં ૫૪૦ બેઠકો માંથી માત્ર ૧૩૯ છાત્રોએ એમ.એડમાં પ્રવેશ મેળવ્યો છે. ૧૦ ખાનગી કોલેજો ખાલી રહી છે. (૧.૧૫)

(5:09 pm IST)