Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

રૂષભ ફાઇનાન્સ પેઢીને આપેલ ચેક બાઉન્સ થતા અદાલતમાં ફરિયાદ

રાજકોટ તા.૫: અહિ રૂષભ ફાઇનાન્સ નામની પેઢી ધરાવતા અને ફાઇનાન્સનું કામકાજ કરતી પેઢીને હપ્તાની રકમનો આપેલ ચેક પાછો ફરતા ફાઇનાન્સ પેઢીએ સામાવાળા સામે નેગો. ઇન્સ્ટુમેન્ટ એકટ ૧૩૮ મુજબ ફરિયાદ કરતા અદાલતે આરોપી સામે સમન્સ કાઢવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે રાજકોટ ખાતે વાહન માટે ફાઇનાન્સ કરતી પેઢી રૂષભ ફાઇનાન્સ પાસેથી વાંકાનેરના મકનસર ગામે રહેતા ગુલાબદાસ હરીદાસ રાઠોડએ ઇન્ડિકા વીસ્ટા કાર ઉપર રૂ. ૨,૬૦,૦૦૦/- ની લોન લેવા માટે તા. ૨૭/૪/૧૫ ના ધોરણસર કાર્યવાહી કરેલ.

ત્યારબાદ લોન ધારક ગુલાબદાસે પેઢીને રૂ. ૧૫, ૨૦૦ના એક એવા કુલ ૧૫ માસીક હપ્તા વ્યાજ પેનલ્ટી સહિત કુલ રૂ. ૨,૪૩,૦૦૦/- ચડત થઇ જતાં પેઢીએ ડીમાન્ડ નોટીસ આપતા ગુલાબદાસે રૂ. ૨,૪૩,૦૦૦/- નો બેંક ઓફ બરોડા મોરબી શાખાનો ચેક આપેલ જે ચેક રૂષભ  ફાઇનાન્સે પોતાના ખાતામાં જમા કરાવતા ફંડ ઇન્સફીસીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો.

આથી ફરીયાદીએ આરોપીને નોટીસ આપેલ તેમ છતાં સદરહું રકમ ચુકવવામાં આરોપી નિષ્ફળ જતા રૂષભ ફાઇનાન્સ પેઢીએ રાજકોટની ચીફ જયુડી મેજીસ્ટ્રેટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરતા કોર્ટે આરોપી સામે સમન્સ કાઢવાનો હુકમ કરેલ છે.

આ કામમાં ફરિયાદી પેઢી વતી એડવોકેટ અમિત એમ. પાટડિયા, દિવ્યા પી. ગૌસ્વામી તથા સાગર આર. રાણપરા રોકાયા છે. (૧.૧)

(5:02 pm IST)