Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ગોંડલ ચોકડીએ ૮૮ કરોડના ખર્ચે બનશે ફલાયઓવર બ્રિજ

કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલયે આપી મંજૂરીઃ ગુજરાતનો સૌ પહેલો સિકસલેન એલીવેટેડ બ્રિજ બનશેઃ ૧.૨ કિ.મી. હશે લાંબો : ગોંડલ ચોકડીએ ઉભી થતી ટ્રાફિકની સમસ્યાનો અંત આવશેઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પ્રયાસોને મળી સફળતા

રાજકોટ તા. ૫: રાજકોટના સીમાડે ગોંડલ રોડ ચોકડી ખાતે સર્જાતી ટ્રાફિકની મહાસમસ્યાનો હવે અંત આવશે. ગોંડલ રોડ ચોકડીએ ૮૮ કરોડના ખર્ચે એલીવેટેડ  બ્રિજ બનાવવાને કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રાલયે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળે છે.

ગુજરાતનો આ સૌ પહેલો એલીવેટેડ બ્રિજ બનશે જે ૧.૨ કિ.મી. લાંબો હશે અને તે રાજકોટ-પોરબંદર હાઇ-વેને જોડશે. આ બ્રિજ સિકસ લેનનો બનશે અને તેનું કામ ટૂંક સમયમાં શરૂ થશે તે જાણવા મળે છે.

અત્રે એ નોંધનીય છે કે, આ બ્રિજ બનાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રયાસો હાથ ધર્યા હતા, જેને સફળતા મળી છે.

(4:54 pm IST)