Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ખાટલે મોટી ખોટઃ પદાધિકારીઓની ચેમ્બરો નજીક અગ્નિશમન સાધનો નથી!!

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનનાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા અગ્નિશમન સાધનોનું ચેકીંગ કરી લોકોને નોટીસો આપવામાં આવી રહી છે. ત્યારે ખુદ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં મેયર-સ્ટેન્ડીંગ ચેરમેન સહિતનાં પદાધિકારીઓની ચેમ્બરો વિપક્ષી નેતાનાં કાર્યાલય શાસક પક્ષ કાર્યાલય વગેરે સ્થળોએ અગ્નિશમન સાધનો જ નથી. ત્યારે આગ અકસ્માત સર્જાય તો શું થાય ? તેવા ગંભીર સવાલો ખડા થયા છે. નોંધનીય છે કે વર્ષો અગાઉ આજ  સેન્ટ્રલ ઝોન કચેરીમાં અગ્નિકાંડ સર્જાયો હતો છતાં હજુ નિંભર તંત્રની આંખ ઉઘડતી નથી... તસ્વીરમાં પદાધિકારીઓની કચેરીઓ પાસે કયાંય ફાયર એકસ્ટીબ્યુસર કે હોઝ પાઇપ કમ્પેકશન જેવા અગ્નિશમન સાધનો નથી તે સ્પષ્ટ નજરે પડે છે.

(3:41 pm IST)
  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST