Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

જજ-વકિલો દ્વારા અભયભાઇ ભારદ્વાજને ભાવભરી શ્રદ્ધાંજલી અર્પણ

બાર એસોસીએશન દ્વારા કોર્ટ સંકુલમાં યોજાયો કાર્યક્રમઃ સિનિયર-જુનીયર સરકારી વકીલોની ઉપસ્થિતી

રાજકોટઃ વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને રાજયસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજનું દુઃખદ અવસાન થતા રાજકોટ કોર્ટ સંકુલ ખાતે સદ્દગતને શ્રદ્ધાંજલી અર્પણ કરવા બાર એસોસીએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ સેશન્સ જજ શ્રી ઉત્કર્ષ દેસાઇ સહિત જુદી-જુદી અદાલતોના જયુડીશીયલ સેક્રેટરી, સિનિયર અને જુનીયર વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ-અધિ.સૌરાષ્ટ્ર-ગુજરાતની  વિભિન્ન અદાલતોમાં ૪૦ વર્ષથી વકીલાત પ્રેકટીસ કરીને ખૂબ જ જાણીતા બનેલા એડવોકેટ અભયભાઇ ગણપતરામ ભારદ્વાજ રાજકોટ બાર એસો.ના પ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા આ ઉપરાંત વકીલાત વ્યવસાયમાં ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવામાં તેમનો ઉમદા ફાળો રહ્યો હતો.આ તકે ઉપસ્થિત વકીલ સમુદાય અને જયુડીશીયલ ઓફીસરોએ અભયભાઇ ભારદ્વાજને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.બાર એસોના પ્રમુખ બકુલ રાજાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં  ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સર્વશ્રી યુ. ટી. દેસાઇ, એડીશનલ સેશન્સ જજ શ્રી આર. એલ. ઠકકર, શ્રી ડી. કે. દવે, શ્રીમતી કે. ડી. દવે, શ્રીમતી એચ. એમ. પવાર, કુમારી પી. એન. દવે, ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રી એસ. વી. મન્સુરી, લીગલ ઓથોરીટીના ચેરમેન શ્રી જોટાંગીયા, તેમજ સીનીયર મોસ્ટ વકીલો સર્વશ્રી દીલીપભાઇ પટેલ, જયદેવભાઇ શુકલ, ટી. બી. ગોંડલીયા, હિંમતભાઇ સાયાણી, કમલેશ શાહ, ગીરીશ ભટ્ટ, એન. આર. શાહ, આર. એમ. પંડયા, ધીરજભાઇ પીપળીયા, તુષારભાઇ ગોકાણી, પરેશભાઇ મારૂ, અર્જુન પટેલ, મનીષભાઇ ખખ્ખર, શ્યામલભાઇ સોનપાલ, સી. એચ. પટેલ, મહેશ્વરીબેન ચૌહાણ, રૂપરાજસિંહ પરમાર, સિધ્ધરાજસિંહ જાડેજા, સુરેશ ફળદુ, રીપન ગોકાણી, નિરંજનભાઇ દફતરી, પથિકભાઇ દફતરી, તેમજ સરકારી વકીલો ડી. જી. પી. શ્રી એસ. કે. વોરા, એજીપી શ્રી  મહેશ જોષી, શ્રી સ્મીતા અત્રી, શ્રી દિલીપ મહેતા, શ્રી બિનલ રવેશીયા, શ્રી પ્રશાંત પટેલ, શ્રી પરાગ શાહ, શ્રી કમલેશ ડોડીયા, શ્રી આબીદચૌહાણ, શ્રી તરૂણ માથુર, શ્રી મુકેશ પિપળીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:43 pm IST)
  • વિશ્વભરમાં બનાવટી કોરોના વેક્સીનના વેચાણનું ષડયંત્ર : ઈન્ટરપોલે વિશ્વભરના દેશોને ચેતવણી આપી છે કે ક્રિમીનલ નેટવર્ક ઈન્ટરનેટ દ્વારા અને બજારોમાં બનાવટી કોરોના વેક્સીનનું વેચાણ કરવા પ્રયાસો કરી રહી છે જેની સામે સૌ સાવધ રહે access_time 4:05 pm IST

  • તાપીમાં સગાઇ કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા મામલોઃ ભાજપ નેતા કાંતિ ગામિત સહિત 4 આરોપીના સોનગઢ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. બાકીના 15 આરોપીની જામીન અરજીની તજવીજ હાથ ધરાઈ access_time 8:54 pm IST

  • રાજસ્થાનની રાજધાની જયપુરમાં રામબાગ પેલેસના અધિપતિ અને દૌસાના પૂર્વ સાંસદ મહારાજ પૃથ્વીરાજનું બુધવારે મોડી સાંજે કોરોનાને કારણે અવસાન થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. રાજસ્થાનમાં પર્યટનના વિકાસ માટે તેમનું મોટું યોગદાન હતું. access_time 12:23 am IST