Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

વાલ્મીકી વાડી પંચ કમીટીના પ્રમુખ તરીકે યતિન વાઘેલા અને પટેલપદે કિરીટ વાઘેલા

રાજકોટ : વાલ્મીકી વાડી જામનગર રોડ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રથમ વખત મતદાનથી પ્રમુખની ચુંટણી કરવામાં આવી હતી. બે કલાકના સમયગાળામાં ૭૫% જેટલુ ઉત્સાહી મતદાન થયુ હતુ. પરિણામો જાહેર કરાતા યતિન ગોવિંદભાઇ વાઘેલા જંગી બહુમતિથી ચુંટાઇ આવ્યા હતા. બાદમાં નવા ચુંટાયેલા પ્રમુખ દ્વારા નવી બોડીની જાહેરાત કરવામાં આવતા પટેલ તરીકે કિરીટભાઇ કરશનભાઇ વાઘેલા, ઉપપ્રમુખ તરીકે મનસુખ વાઘેલા, અર્જુન વાઘેલા, ગોવિંદભાઇ સોલંકી, ખજાનચી તરીકે મોહનભાઇ ચૌહાણ, મહામંત્રી તરીકે ગોવિંદભાઇ ઝાલા, મુકેશભાઇ વાઘેલા, વિપુલ વાઘેલા, મંત્રી તરીકે શૈલેષભાઇ મકવાણા, રવિ પરમાર, ભરત પરમાર, સહમંત્રી તરીકે સુરેશભાઇ શીંગાળા, પ્રશાંત લઢેર, હિતેશ ગોરીની નિયુકિત કરવામાં આવી હતી. સમગ્ર ચુંટણીનું આયોજન વિસ્તારના અધ્યક્ષ અને માર્ગદર્શક વડીલ કરશનભાઇ વાઘેલાના નેતૃત્વમાં થયુ હતુ. ચુંટાયેલા નવા પ્રમુખ અને ટીમને ઉપસ્થિત સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

(3:16 pm IST)