Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

NDPSના ગુન્હામાં તરંગ પડીકીનુ વેચાણ કરતા વિતરકના જામીન મંજૂર

રાજકોટ તા. ૩ : થોરાડા પોલીસ સ્ટેશન સમક્ષ નોંધાયેલ NDPS એકટની કલમ ૮(સી) અને ર૦–બી (ii) (એ) અન્વયેની ફરીયાદની રેઈડ જુન–ર૦ર૦ માં થયેલ જેનો એફ.એસ.એલ. ગાંધીનગરથી આવેલ રીપોર્ટ મુજબ તા.૩૦/૧૧/ર૦ર૦ના ગુન્હો દાખલ થયેલ જે ગુન્હાના કામે યોગેશ મનસુખની ઘરપકડ કરી નામ. કોર્ટ સમક્ષ રજુ કરતા આરોપી જામીન મળવા અરજી ગુજારતા જયુડી. મેજીસ્ટે્રટ શ્રી પી.એન.જૈન દ્વારા જામીન મુકત કરતો હુકમ ફરમાવેલ.

કેસની વિગતે યોગેશ મનસુખભાઈનો જનરલ સ્ટોર શ્રી હરી ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં કોઠારીયા મેઈન રોડ, પારસ સોસાયટી શેરી નં. ર રાજકોટમાં આવેલ છે. જે સ્ટોરમાંંથી તરંગ વિજયાવટી આયુર્વેદીક અવસધી નામની કંાુ.ની સીલ પેક પડીકીમાં નશાકારક પદાર્થની ભેળસેળ વાળી તરંગ ફાર્માની પડીકી નંગ–૧૧ની કિમત રૂ.૧ વાળી કુલ–૧૧ પડીકી તા.રપ/૦૬/ર૦ર૦ના કબજે લીધેલ જે કબજે લીધેલ તરંગ પડીકીઓને એફ.એસ.એલ. ગાંધીનગર સમક્ષ પરીક્ષણ અર્થે મોકલેલ જેનો રીપોર્ટ આવતા તા.૩૦/૧૧/ર૦ર૦ ના રોજ NDPS એકટની કલમ ૮(સી) અને ર૦–બી (ii) (એ) મુજબનો ગુન્હો દાખલ થયેલ અને આરોપીની ધરપકડ કરી તા.ર/૧ર/ર૦ર૦ના કોર્ટ સમક્ષ રજુ કરતા આરોપીએ એડવોકેટ જયેન્દ્ર એચ. ગોંડલીયા મારફત જામીન અરજી ગુજારેલ જેમાં આરોપી વિરૂઘ્ધના ગુન્હા અન્વયેના જામીન અર્થે મહત્વની બાબતે એકટ મુજબ જથ્થો કેટલા પ્રમાણમાં હોવા અંગે તથા આરોપી કરીયાણાની દુકાન ધારક હોય રેઈડ થયેલ ત્યારથી ધરપકડ થયેલ ત્યાં સુધી પોતાની દુકાને કાયમી વેપાર ધંધો કરતા રહેલ જેથી કયાંય નાશી ભાગી જાય તેવી શકયતા નહી હોવા અંગે તેમજ દાખલ થયેલ ફરીયાદ મુજબની દમ.ક એકટની કલમ ૮(સી) અને ર૦–બી (ii) (એ)માં સજાની જોગવાઈ ધ્યાને લેતા આરોપીને જામીન મુકત કરવા કરેલ રજુઆત ગ્રાહ્ય રાખી જામીન મંજુર કરતો મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે.

યોગેશ મનસુખભાઈ વતી ગોંડલીયા એસોસીએટસના એડવોકેટ શ્રી જયેન્દ્ર એચ. ગોંડલીયા, મોનિષ જોષી, હિરેન ડી. લિંબડ, ખુશી ચોટલીયા, કરણ ગઢવી, સીરાકમુદીન શેરશીયા, કુલદીપસિંહ વાઘેલા, ક્રિષ્ના પીઠડીયા, પિયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, કાજલબેન ખસમાણી, વિરલ વડગામા, નિરાલી કોરાટ તથા આસીસ્ટન્ટ તરીકે મયુર ગોંડલીયા રોકાયેલા હતા.

(2:45 pm IST)
  • શેર બજારના પ્રારંભે ઉછાળો : શેરબજારના પ્રારંભે ૧૭૬ પોઈન્ટનો ઊછાળો આવ્યો અને ૪૪,૭૯૪ ઉપર આંક પહોંચ્યો : જયારે નિફ્ટી ૫૯ પોઈન્ટના વધારા સાથે ૧૩,૧૭૨ ના આકે પહોંચી. access_time 11:22 am IST

  • રાજકોટની સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલને ફાયર સેફટીની નોટીસ આપવામાં આવી : ચેકીંગ કરાતા માલૂમ પડ્યું કે ફિઝીયોથેરાપી વિભાગમાં ફાયર સેફટીના સાધનો જ નહોતા. રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાં વિનાશક આગ બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ એકસનમાં આવ્યા છે. અને ૧૫ હોસ્પિટલમાં નોટિસ નોટિસ ફટકારી છે. access_time 1:54 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 95 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 31,357 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 95,31,109 થઇ :એક્ટીવ કેસ 4,22,347 થયા : વધુ 36,099 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 89,67,902 રિકવર થયા :વધુ 467 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,38,627 થયો access_time 12:09 am IST