Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

જિલ્લા ગાર્ડન પાસે આરીફ સુરૈયાના કવાર્ટરમાં પત્તા ટીંચતા ચાર ઝડપાયા

કવાર્ટર માલિક આરીફ, આસીફ ચામડીયા, સલીમ રામોદીયા અને હર્ષદ રાઠોડની ધરપકડ

રાજકોટ તા. ૧ : બાપુનગર મેઇન રોડ પર જિલ્લા ગાર્ડન સ્લીમ કવાર્ટરમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ બાપુનગર મેઇન રોડ પર જિલ્લા ગાર્ડન પાસે આવેલા સ્લમ કવાર્ટરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને દિવ્યરાજસિંહ ઝાલાને બાતમી મળતા પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.બી.પટેલ અને એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડ કોન્સ. મનરૂપગીરી ગૌસ્વામી, સલીમભાઇ મકરાણી, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ, મનીષભાઇ શીરોડીયા, રણજીતસિંહ, હિતેન્દ્રસિંહ તથા રાજેશભાઇ સહિતે સ્લમ કવાર્ટર નં. ૧૨૦માં દરોડો પાડી કવાર્ટર માલીક આરીફ હારૂનભાઇ સુરૈયા (ઉ.વ.૪૮) તથા ઘાંચીવાડ શેરી નં. ૫ના આશીફ નુરમામદભાઇ ચામડીયા (ઉ.વ.૫૩), સલીમ ઇકબાલભાઇ રામોદીયા (ઉ.વ.૪૩) તથા ગાયત્રીનગર શેરી નં. ૫ના હર્ષદ અમૃતલાલભાઇ રાઠોડ (ઉ.વ.૪૮)ને પકડી લઇ રૂ. ૧૧૨૭૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. પોલીસે ચારેય શખ્સો સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

(2:42 pm IST)