Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ધર્મના નામે થતા આતંકને રોકવા માટે તાત્‍કાલિક કાયદો બનાવોઃ આવેદન

રાજકોટ તા. રઃ હિન્‍દુ જાગરણ મંચે વડાપ્રધાનશ્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ધર્મના નામે થતાં આતંકને રોકવા માટે તાત્‍કાલીક કાયદો બનાવવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, હાલમાં ઉદયપુરમાં કનૈયાલાલ એ નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા માં મુકેલ પોસ્‍ટના લીધે આતંકીઓએ કનૈયાલાલને જાનથી મારી નાખવાની ધમકી આપી બેરહમીથી ક્રૂર હત્‍યા કરવામાં આવેલ અને આરોપીઓ દ્વારા વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવેલ અને ખુલ્લેઆમ ધર્મના નામે આતંક ફેલાવે તેવો સંદેશ આપતો વિડીયો બનાવેલ અને પ્રધાનમંત્રીને પણ ખુલ્લી ચેલેન્‍જ આપેલી. એક સામાન્‍ય દરજી કામ કરતાં યુવક કનૈયાલાલને કોઇપણ જાતના વાંક વગર બેરહમીથી ક્રૂર હત્‍યા કરવામાં આવેલ આજે સમાજમાં આવા કિસ્‍સા વધી રહ્યા છે અને આવા ઇસમોને કડક સજા આપી સમાજમાં દાખલો બેસાડવામાં આવે જેથી અન્‍ય કોઇ આવું કરવાનું વિચારે પણ નહીં આના માટે દેશમાં તાત્‍કાલીક આ વિષયનો કાયદો લાગુ કરવામાં આવે. લોકો ઉપર વિધર્મીઓ દ્વારા આચરવામાં આવતો આતંક અટકાવી શકાય જયારે જયારે કોઇ વ્‍યકિત પોતાના સ્‍વતંત્ર અધિકારોનો ઉપયોગ કરવા જાય છે ત્‍યારે ત્‍યારે આવા વિકૃત વિધર્મીઓ દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃતિને બેશક લગામ રાખવી જરૂરી છે.

આવેદનપત્ર દેવામાં સંસ્‍થાના મંગેષભાઇ દેશાઇ, વિક્રમસિંહ પરમાર, શમિસભાઇ શાહ, નિલેષભાઇ લુભાણી, ઉદયનભાઇ શાહ, નવિનભાઇ ગોરડીયા જોડાયા હતા.

(3:23 pm IST)