Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

રાજકોટના દ્વારકાદાસ કિશોરકુમારના અનોખા ફેન

તેમની જન્મતીથી હોય કે મૃત્યુતીથી, દ્વારકાદાસ ખંડવા ખાતેના સ્મારક સ્થળે અચુક પહોંચી જાય : આખો દિવસ કિશોરદાના ગીતો લલકારી ભાવાંજલી અર્પે : આ રીતે ૬૦ વખત યાત્રા કરી ચુકયા છે

રાજકોટ તા. ૧ : કિશોરકુમારનો જન્મ દિવસ હોય કે પછી તેમનો મૃત્ય દિવસ હોય, પણ રાજકોટના સોની દ્વારકાદાસ ઝીંઝુવાડીયા અચુક કિશોરજીના નિવાસ સ્થાન ખંડવા (એમ.પી.) પહોંચી જાય છે અને ભાવસભર અંજલી અર્પે છે.

અજગ ગજબની દોસ્તી અંગે પ્રકાશ પાડતા દ્વારકાદાસજી કહે છે કે મને નાનપણથીજ કિશોરકુમારના અવાજ સાથે લગાવ થઇ ગયો હતો. હું પોતે તેમના અવાજમાં ગાવાની કોશીશ કરૂ છુ. લોકોએ મને વોઇસ ઓફ કિશોર તરીકે સ્વીકારી પણ લીધો છે.

કિશોરદાનો ૧૩ ઓકટોબર ૧૯૮૭ ના દેહ વિલય થયો ત્યારે મને બહુ આઘાત લાગ્યો હતો. હું તેમના નિવાસ સ્થાને પહોંચી ગયો હતો. એમ.પી.ના ખંડવા ખાતેના તેમના નિવાસ સ્થાન ઇન્દીરા ચોક ખાતે સમાધી સ્મારક બનાવાયુ. બસ ત્યારથી હું  દર વર્ષે તેમની પૂણ્યતીથી અને જન્મતીથીએ તેમના સમાધી સ્થાને વંદન કરવા અચુક જાવ છુ.૩૦ વર્ષમાં ૬૦ વખત આ રીતે રાજકોટ સૌરાષ્ટ્રથી એમ.પી. સુધીની યાત્રા કરી ચુકયો છુ. ત્યાં જઇને તેમના સ્મારક સ્થાન પર ભાવથી તેમના ગીતો ગાઇને અનોખી શ્રધ્ધાંજલી અર્પણ કરૂ છુ. ત્યાના નગરવાસીઓ પણ વહાલથીવધાવતા થઇ ગયા છે.આગામી તા. ૪ ના તેમના જન્મદિવસે ખાસ વંદના કરવા જવાની પુરી તૈયારી કરી લીધી હોવાનું અંતમાં દ્વારકાદા ઝીંઝુવાડીયા (મો.૯૭૨૭૦ ૫૬૯૧૩) એ જણાવેલ.

તસ્વીરમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા પાસે કિશોરદા વિષેની વાતો વાગળતા દ્વરકાદાસ ઝીંઝુવાડીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:58 pm IST)