Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

જીમ્નાસ્ટીકમાં ૭ વર્ષની પ્રાચી રૂઘાણીની કમાલ

અન્ડર-૧૧ જીમ્નાસ્ટીક ચેમ્પિયનશીપમાં ગોલ્ડ-સિલ્વર બ્રોન્ઝ જીત્યા

રાજકોટ : અહિંના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે તાજેતરમાં અન્ડર-૧૧ જીમ્નાસ્ટીક ચેમ્પિયનશીપ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ૫ થી ૧૧ વર્ષ સુધીના ૧૭૦ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં નાનકડી ૭ વર્ષની ટબુડી એવી પ્રાચી રૂઘાણીએ રીધમીકમાં ગોલ્ડ, ત્રણ મેડલ મેળવ્યા હતા. પ્રાચીએ ગત વર્ષે યોજાએલી જીમ્નાસ્ટીકની સ્પર્ધામાં ગોલ્ડમેડલ જીત્યો હતો. ડી. કે. એકેડમીના કોચ દિગ્વિજયસિંહ કોટીલા કે જેઓ ૭ વર્ષથી એકેડમી ચલાવી રહ્યા છે અને પ્રાચીને ૩ વર્ષથી તાલીમ આપી રહ્યા છે. તેઓના પુત્રએ પણ ગોલ્ડ હાંસલ કર્યો હતો. 'અકિલા' પરિવાર વતી શ્રી કિરીટભાઈ ગણાત્રા, શ્રી અજીતભાઈ, શ્રી નિમીષભાઈ અને પરીવારે ચિ. પ્રાચીને આર્શીવાદ પાઠવ્યા છે. પ્રાચીને પિતા પુનિત રૂઘાણી (મો.૯૪૨૮૩ ૯૯૯૯૯), દાદા બીપીનભાઈ રૂઘાણી (મો. ૯૪૨૭૩ ૧૧૧૧૧), દાદી પન્નાબેન અને કાકા સાગર તેમજ સમગ્ર રૂઘાણી પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

(3:52 pm IST)