Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧-૩-ર૦૧૯,શુક્રવાર
મહાવદ-૧૦
ભદ્રા-૮-૪૦ સુધી, રાજયોગ,
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-ધન
મંગળ-મેષ
બુધ-મીન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૦
સૂર્યાસ્ત-૬-૪૮,
જૈન નવકારશી-૭-પ૮
ચંદ્ર રાશિ-ધન (ભ,ફ,ઘ,ઢ)
નક્ષત્ર-પૂર્વાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૧૦થી ચલ-લાભ-અમૃત-૧૧-૩ર સુધી, ૧૩-૦૦થી શુભ-૧૪-ર૭ સુધી, ૧૭-રર થી ચલ-૧૮-પ૦ સુધી, ર૧-પપ થી લાભ-ર૩-ર૭ સુધી
શુભ હોરા
૭-૧૦ થી ૧૦-૦પ સુધી, ૧૧-૦૩થી ૧ર-૦૧ સુધી, ૧૩-પ૮થી ૧૬-પ૩ સુધી, ૧૭-પ૧ થી ૧૮-પ૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં રાજયોગ ઘણી બધી રીતે બનતા હોય છે. સત્તા પ્રાપ્તિ પણ એક રાજયોગનું ફળ છે. જન્મકુંડલીમાં કેન્દ્ર ત્રિકોણના શુભ સબંધો રાજયોગનું નિર્માણ કરે છે. અહીં જન્મ કુંડલીમાં જો ભાગ્યેશ અને કર્લેશનું પરિવર્તન થતું હોય આવા યોગ રાજયોગ બનાવે છે. અહીં ચંદ્રથી યોગ એટલે કે માંગલ્ય યોગ બને તો પણ રાજયોગ બને છે. જેમાં બધા યોગમાં લગ્નાધિયોગનું ખૂબ મહત્વ રહેલ છે. લગ્નાધિયોગ અને ચંદ્રાધિયોગને પણ ધ્યાનમાં લેવા જોઇએ અહીં છઠ્ઠા આઠમા-બારમાં સ્થાનના ગ્રહોને પણ રાજયોગ બનાવતા જોયા છે તો રાહુ કે શનિ પણ પ્રબળ રાજયોગ બનાવે છે. અહીં જન્મનો સૂર્ય નવમે કે દશમે-પ્રબળ રાજયોગ બનાવે છે.