Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૬-૪-ર૦ર૦, રવિવાર
વૈશાખ સુદ-૩,
અક્ષય તૃતીયા-અખાત્રીજ, વરસીતપના પારણા, બદ્રીકેદારનાથ યાત્રા-કુંભદાન, રવિયોગ -રર-પ૬ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-વૃષભ
મંગળ-મકર
બુધ-મેષ
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-ર૦
સૂર્યાસ્ત-૭-૧૦
જૈન નવકારશી-૭-૦૮
ચંદ્ર રાશિ-વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-પ૬ થી ચલ-લાભ-અમૃત-૧ર-૪પ સુધી, ૧૪-ર૧ થી શુભ-૧પ-પ૭ સુધી, ૧૯-૧૦થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૧ સુધી,
શુભ હોરા
૭-ર૪ થી ૧૦-૩૬ સુધી, ૧૧-૪૧ થી ૧ર-૪પ સુધી, ૧૪-પ૩ થી ૧૮-૦૬ સુધી, ૧૯-૧૦થી ર૦-૦૬ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે વર્ષનો એક ઉત્તમ દિવસ છે. જેને અખાત્રીજ-અક્ષય તૃતીયા કહેવાય છે. આજના દિવસે દરેક શુભ કાર્યો માટે ઉત્તમ દિવસ છે. આજના દિવસે સગાઇ લગ્ન માટે ખૂબજ શુભ દિવસ છે. આજે હજારોની સંખ્યામાં લગ્નના યોગ મતલબ કે લગ્ન થશે-પણ અહીં વિશ્વમાં જે મહામારીનો પવન છે તેને ધ્યાન રાખવો પડશે. કોઇ મોટા ફંકશન કરવા હીતાવહ નહીં રહે. ન જ કરવા સરકાર હાલના પ્રશ્નોને લઇને ખૂબજ આપ નિર્ણયો લ્યે છે. લોકડાઉન હળવું હોવા છતાં પણ ખૂબજ સંર્તકતા રાખવી પડશે. સામાજીક ડીસ્ટન્સન મતલબ કે ચાર વ્યકિતથી વધારે ભેગા ન થવું કોઇ પણ જાતના ધાર્મિક કે સામાજીક ફંકશન બીલકુલ ન જ કરવા ઘરમાં રહીને ઇશ્વરનું નામ લેવું જરૂરીયાત વાળી વ્યકિતઓને યથા યોગ્ય મદદ કરવાથી ગ્રહો સુધરી શકે છે.