Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧૬-૧૨-ર૦૧૯,સોમવાર
માગસર વદ-પ
સૂર્ય ધન રાશિમાં સંક્રાંતિ પૂણ્ય,કાળ ૧પ-ર૧ થી સૂર્યાસ્ત કમુર્હુતા પ્રારંભ ૧પ-ર૦થી
સૂર્યોદય-૭-૨૦,સૂર્યાસ્ત-૬-૪૩,
જૈન નવકારશી-૮-૦૮
ચંદ્રરાશિ- કર્ક (ડ,હ)
ર૬-૪૮થી સિંહ (મ,ટ)
નક્ષત્ર-આશ્લેષા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૦થી ૮-૪૧ સુધી, અમૃત-૧૦-૦૧થી શુભ-૧૧-રર સુધી, ૧૪-૦૩ થી ચલ-લાભ-અમૃત-ચલ-૧૯-૪૪ સુધી, ર૩-૦૩ થી લાભ-૦-૪૩ સુધી,
શુભ હોરા
૭-ર૦થી ૮-૧૪ સુધી, ૯-૦૮થી ૧૦-૦૧ સુધી, ૧૧-૪૮થી ૧૪-૩૦ સુધી ૧પ-ર૪ થી ૧૬-૧૭ સુધી,
બ્રહ્માંડના સિતારા : -
કોઇ પણ સંબંધોમાં ખૂબજ મહત્વની બાબત હોય છે. લાગણીઓ જો લાગણીઓ જ ન હોય તો કોઇ સંબંધો તે સંબંધો કહેવા કે નહીં તે વાંચકોએ નક્કી કરવાનું રહે છે. ભાઇ-બહેન, મા-બાપ-સંતાનો કે પછી મિત્રો કે શુભેચ્છો અરે હું તો એમ કહું છું કે તમો જે જગ્યાએ નોકરી કરતા હશો અથવા જયાં રહેતા હશો તે નિર્ભય વસ્તુઓને પણ તમારા સાથે અને તમોને તે વસ્તુ કે જગ્યા કે નોકરી પ્રત્યે ધંધા પ્રત્યે લાગણીઓ થઇ જવી જોઇએ અને તો જ તે સંબંધો ટક્કી રહે. નહીંતર કોઇ સંબંધો ન ટકે મને જયોતિષ શાસ્ત્ર પ્રત્યે તેના સિદ્ધાંંતો અને મારા પોતાના મૌલિક વિચારો પ્રત્યે ખૂબજ લગાવ અને લાગણીઓ છે તો જ આટલા વર્ષોની લોકોની ચાહના મલે છે સફળતા મલે છે.