Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.૪-૧ર-ર૦ર૦ શુક્રવાર
કારતક વદ-૪, વૈદ્યુતિ મહાપાત, પ્રારંભ-રપ-૧ર થી
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મિથુન
મંગળ-મીન
બુધ-વૃશ્ચિક
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૩,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૮-૦૧
ચંદ્ર રાશિ-મિથુન (ક.છ.ઘ.)
૭-રર થી કર્ક (ડ.હ.)
નક્ષત્ર-પુનર્વસુ
દિવસ-અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૬થી ૧ર-પ૯ સુધી
૭-૧૩ થી ચલ-લાભ-અમૃત-૧૧-૧૬ સુધી, ૧ર-૩૭થી શુભ-૧૩-પ૮ સુધી, ૧૬-૪૦થી ચલ-૧૮-૦૧ સુધી, ર૧-૧૯થી લાભ-રર-પ૮ સુધી,
શુભ હોરા
૭-૧૩ થી ૯-પપ સુધી, ૧૦-૪૯થી ૧૧-૪૩ સુધી, ૧૩-૩૧થી ૧૬-૧૩ સુધી, ૧૭-૦૭થી ૧૮-૦૧ સુધી
બ્રહ્માંડના સીતારા
ચંદ્ર અને સૂર્ય એ જન્મકુંડલીમાં કયાં સ્થાનમાં બીરાજમાન છે તે ખૂબજ મહત્વનું છે. કારણ કે બધા ગ્રહોની સાથે આ બંને ગ્રહોની ઉર્જાને ખૂબજ મહત્વ આપવાનું છે. ચંદ્ર એ મનનો કારક છે. સૂર્ય એ આત્માનો કારક છે. જો આ બંને ગ્રહો જન્મકુંડલીમાં પોતાની રાશિમાં હોય તો બળવાન કહેવાય છે. આ બંને ગ્રહો જો એક બીજાથી છઠ્ઠા સ્થાનમાં કે દશમાં સ્થાનમાં હોય તો લાભદાયક રહે છે. શનિ-ચંદ્ર જન્મકુંડલીમાં સાથે હોય તો રાજયોગ પણ બનાવે છે અને કયારેક માનસિક અપસેટ પણ બનાવી શકે છે. જેનો આધાર વ્યકિત ઉપર પણ હોય છે. વિશ્વની મહાન વ્યકિતઓની કુંડલીમાં શનિ ચંદ્ર એક સાથે હોય અને સામસામે પણ હોય આપણા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના ગ્રહોમાં શનિ ચંદ્રનો યોગ હતો.