Gujarati News

Gujarati News

News of Monday, 28th August 2023

જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી છે મગજ શાંત રાખો

ભોળાનાથનું ત્રીજુ નેત્ર-વિવેકરૂપી

સંસારનીઉત્‍પત્તિ, સ્‍થિતિ અને સંહારના દેવ પરમકૃપાળુ પરમાત્‍મા ભોળાનાથ મહાદેવજી છે. શિવ અનાદી છે સૃષ્‍ટિ પ્રક્રિયાનો આદિષાોત છ.ેતેઓ મહાકાલ પણ છે બધા દેવોના અધિપતિ પણ તેઓજ છે અને એટલે તો તેમને દેવાધિદેવ મહાદેવ કહેવામાં આવે છે.

મહાદેવજી રૂપમાં સર્વમાન્‍ય, તથા સર્વપુજય છે કારણ કે તેમનું વ્‍યકિતત્‍વ જ વિલક્ષણ છ.ે ભોળનાથ મહાદેવે જે પ્રતિકો ધારણ કર્યા છે તે બધા પાછળ એક ઉંડુ જીવનદર્શન રહેલુ છે શિવતત્‍વના મુળ સ્‍વરૂપને સમજયા પછી શિવત્‍વની પર્વની મહત્તા આપણને સમજાય છે.એ વખતે કરવામાં આવેલી સાધના માત્ર કર્મકાંડ  નથી રહેતી પરંતુ તે પ્રેરણા અને પ્રકાશ આપણા જીવનને પ્રકાશિત કરી દે છે.

મહાદેવજીને ત્રીજું નેત્ર છે અને કહે છે કે, જયારે તેમનું આ નેત્ર ખુલે ત્‍યારે સૃષ્‍ટિમાં પ્રલય થાય છ.ે

અને જો પ્રતિકના રૂપમાં જોવામાં આવે  તો એ વિવેકરૂપી નેત્ર છે....!

વિવેક જાગ્રત થાય છે. ત્‍યારે પુરાણી માન્‍યતાઓ નષ્‍ટ થઇ જાય છે. અને નવી વિવેક સંમત પરંપરાઓની સ્‍થાપના થાય છે.

આ ત્રીજુ નેત્ર જ્ઞાન, સુક્ષ્મદ્રષ્‍ટિ તથા દિવ્‍ય જયોતિનું પ્રતિક મનાય છ.ે

મહાકાલ મહાદેવજીના મસ્‍તક પર ચંદ્રમાં છ.ે તેમની જટામાંથી ગંગાપ્રવાહિત થાય છ.ે તે મસ્‍તકની શિતળતાના પ્રતિકો છે.

જો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો મગજને શાંત રાખવું જરૂરી છે ઝઘડા, અપરાધ, હિંસા જેવા જે દુષ્‍કર્મો થાય છે તે બધાનું કારણ ઉત્તેજના અને ક્રોધ હોય છે અને ક્રોધની સ્‍થિતિમાં તથા દુર્ભાવને કારણે ખોટા કામ જ થાય છ.ેમહાદેવજીએ ધારણ કરેલો ચંદ્રમાં તથા ગંગા, સ્‍થિરતા, પ્રકાશ, શાંતિ શિતળતા અને પવિત્રતાનો સંદેશ આપે છ.ે

સત્‍ય, શિવ, અને સુંદર આ ત્રણેય શાશ્વત મુલ્‍યો છે. જીવનનું સત્‍ય સમજાવે છે અને તે આપણા માનવીય મુલ્‍યોનો વિકાસ કરે છે.

જીવન જીવવાની કલા શીખવે છે.

 

(1:09 pm IST)