Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

આયર્લેન્‍ડમાં મહિલાઓને ગર્ભપાત કરાવવાનો અધિકાર આપવા ૬૮ ટકા પ્રજાજનો સંમતઃ શનિવારે લેવાયેલા જનમતનું પરિણામ

આયર્લેન્‍ડઃ આયર્લેન્‍ડમાં મહિલાઓને ગર્ભપાત કરાવવાનો અધિકાર આપવા લેવાયેલા જનમતમાં ૬૮ ટકા લોકોએ આ અધિકાર આપવા ભલામણ કરી છે.

ઉલ્લેખનીય છે કે આયર્લેન્‍ડમાં અત્‍યાર સુધી મહિલાઓ માટે ગર્ભપાત કરાવવા ઉપર પ્રતિબંધ હતો. જેના પરિણામે ૨૦૧૨ની સાલમાં ભારતીય મૂળની ડેન્‍ટીસ્‍ટ મહિલા સવિતા હલપ્‍પનવાર ગર્ભપાત કરાવી નહીં શક્‍તા મોતને ભેટવા મજબૂર બની હતી.

મહિલાઓના આ અધિકાર માટે લેવાયેલા જનમતમાં ૩૦ લાખ લોકોએ મતદાન કર્યુ હતું. જેમાં જુનો કાયદો રદ કરી મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવા માટે ૬૮ ટકા લોકોએ સમર્થન આપ્‍યુ હતું.

સાથોસાથ આયર્લેન્‍ડના પ્રાઇમ મિનીસ્‍ટર શ્રી લિયો વારાડકર કે જેઓ ભારતીય મૂળના છે તેમણે પણ મહિલાઓને ગર્ભપાત કરાવવાનો અધિકાર આપવા લોકોને ભલામણ કરી હતી.

(12:33 am IST)
  • બિહારમાં લાલુપ્રસાદના આરજેડીનો વિજય ડંકો : ૨૧ રાઉન્‍ડ પછી ૩૬૪૭૬ મતે રાજદના શાહનવાઝ આગળઃ હવે માત્ર ૩ રાઉન્‍ડ બાકીઃ જીત નિヘતિ access_time 1:07 pm IST

  • કવોરી ઉદ્યોગની હડતાલ યથાવતઃ સાયલા પંથકમાં ૪૦ લાખની ખોટ : ૩ હજાર ડમ્પરના પૈડા થંભી ગયાઃ હજારો પરિવાર સાથે સરકારી તિજોરીને પણ નુકશાન access_time 12:16 pm IST

  • રેરાના નવા નિયમો ૧લી જૂનથી અમલી : દરેક બિલ્ડરે રેરામાં રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત : નોંધણી કરાવ્યા વગર અખબારોમાં જાહેરાત નહિં આપી શકાય : ચેરમેન મંજુલા સુબ્રમણ્યમનો આદેશ access_time 5:34 pm IST