Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

યુ.એસ.માં શિકાગોના ૫૦મા વોર્ડના ડેપ્યુટી મેયર તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ઝેહરા કાદરીઃ શહેરમાંથી ગૂનાખોરીનું પ્રમાણ ઘટાડી, નવા વ્યવસાયોના વિકાસ સાથે ગવર્મેન્ટ તથા પ્રજાજનો વચ્ચે સેતૂરૂપ કામગીરી બજાવવાની નેમ

શિકાગોઃ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ઝેહરા કાદરીએ શિકાગોના ૫૦મા વોર્ડના ડેપ્યુટી મેયર તરીકે ઉમેદવારી નોંધાવી છે.

તેઓ ZAMના નોનપ્રોફિટ હોય કોમ્યુનીટી રિસર્ચ સેન્ટરના ફાઉન્ડર તથા એકઝીકયુટીવ ડીરેકટર છે. જેના નેજા હેઠળ રોજર પાર્ક એરીયામાં જરૂરિયાતમંદ મહિલાઓને સેવાઓ આપે છે. તેઓ ભારતની અલીગઢ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે.

ઉપરોકત હોદા ઉપર ચૂંટાઇ આવે તો તેઓ શહેરમાં વ્યવસાયોના વિકાસ, ગૂનાખોરીમાં ઘટાડો, તથા ગવર્મેન્ટ અને પ્રજાજનો વચ્ચે વિશ્વાસનું નિર્માણ કરવા માંગે છે.

(7:38 pm IST)