Gujarati News

Gujarati News

News of Tuesday, 26th February 2019

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામુર્થીનો દબદબો : ૧૧૬મી કોંગ્રેસના આસી. વ્હીપ તરીકે નિમણૂંક : કોંગ્રેસમા રજુ થતા પ્રસ્તાવ ઉપર મંતવ્ય આપી પ્રશ્નોતરીમા સામેલ થઇ શકશેઃ કોમ્યૂનીટી તથા દેશના હિતમાં નિર્ણયો વ્યકત કરશે.

વોશિંગ્ટન : અમેરીકાની  કોંગ્રેસમાં સતત બીજી ટર્મમાં ચૂંટાઇ આવેલા ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામુર્થીને આસી. વ્હીપ બનાવાયા છે. આ હોદો કોઇપણ મહત્વના પ્રસ્તાવ ઉપર મંતવ્ય આપવાને લગતો છે. જે કોમ્યુનીટી તથા દેશના હીતમાં હોય. તથા તેને લગતા પ્રશ્નોના જવાબ આપવાને લગતો ગણાય છે.

        આ મહત્વના હોદા ઉપર નિમણૂંક મળવા બદલ શ્રી રાજાએ ૧૧૬મી  કોંગ્રેસના મેજોરીટી વ્હીપના જેમ્સ ઇ. સિમ્બર્નનો આભાર માન્યો છે.

(8:32 pm IST)