Gujarati News

Gujarati News

News of Tuesday, 26th February 2019

જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન આપે છે ત્યાં સુધી તેને એક ડોલરની પણ મદદ ન કરવી જોઈએ : અમેરિકાના યુ.એન.ખાતેના પૂર્વ પ્રતિનિધિ ઇન્ડિયન અમેરિકન સુશ્રી નિક્કી હેલી

વોશિંગટન :  અમેરિકાના યુ.એન.ખાતેના પૂર્વ પ્રતિનિધિ ઇન્ડિયન અમેરિકન સુશ્રી નિક્કી  હેલીએ આજરોજ જણાવ્યું હતું કે પાકિસ્તાન શરૂઆતથી જ આતંકવાદીઓને આશ્રય આપવાનું કામ કરે છે.તેને અમેરિકાએ વ્યવસાયિક સહકાર બંધ કર્યો છે તે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ લીધેલું યોગ્ય પગલું છે.એટલુંજ નહીં જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન આપે છે ત્યાં  સુધી તેને એક ડોલરની પણ મદદ ન કરવી જોઈએ કારણકે તેને કરાતી મદદ લોકો સુધી પહોંચવાને બદલે લશ્કરને પહોંચે છે.અફઘાનિસ્તાનમાં આતંકવાદ ફેલાવી અમેરિકન સૈનિકોની હત્યા કરનારાઓને આશરો આપનારું પણ પાકિસ્તાન છે.તેવું તેમણે ઉમેર્યું હતું

(11:49 am IST)