Gujarati News

Gujarati News

News of Monday, 25th February 2019

માર્ચ ૨૦૧૯ના માસની વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઓ અમારા વાંચક વર્ગ માટે અત્રે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારીત તમામ કેટેગરીઓ ચોવીસથી અેકતાલીસ અઠવાડીયા આગળ વધેલ છેઃ તે મુજબ રોજગાર આધારિત વિભાગમાં પણ લગભગ તમામ કેટેગરીઓ આગળ વધવા પામેલ છે

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ માર્ચ ૨૦૧૯ના માસ દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમોઅે અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે તેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે.

કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ ચાલુ માસ દરમ્યાન ચોવીસ અઠવાડીયાથી અેકતાલીસ અઠવાડીયા અચાનક આગળ વધવા પામેલ છે. ગયા માસ દરમ્યાન આ તમામ કેટેગરીઓ પાછળ ધકેલાઇ જવા પામી હતી પરંતુ ચાલુ માસ દરમ્યાન તે આગળ વધવા પામેલ હોવાથી જે લોકોઅે પોતાના સ્‍નેહીજનો માટે અત્રે આપવા અંગે પિટીશનો ફાઇલ કરેલ તે લોકોમાં આનંદની લહેર જોવા મળેલ છે.

વિશેષમાં આ વિભાગમાં પહેલી કેટેગરી ચાલુ માસ દરમ્યાન અચાનક પચ્ચીસ અઠવાડીયા આગળ વધવા પામેલ છે તે મુજબ આ વિભાગની ૨અે અને ૨બી કેટેગરી અનુક્રમે અેકતાલીસ અને છવ્વીસ અઠવાડીયા આગળ વધવા પામેલ છે. આ વિભાગની ત્રીજી કેટેગરી ઓગણચાલીસ અઠવાડીયા તથા ચોથી કેટેગરી ચોવીસ અઠવાડીયા આગળ વધવા પામેલ છે.

કૌટુમ્બીક આધારિત વિભાગમાં ગયા મહીને તમામ કેટેગરીઓ અેકપણ અઠવાડીયુ આગળ વધવા પામેલ ન હતી પરંતુ ચાલુ મહીને તે અચાનક આગળ વધતા સર્વત્ર જગ્‍યાઅે રાહતની લાગણીઓ અનુભવાઇ રહી છે.

વધારામાં રોજગાર આધારિત વિભાગમાં ૨જી કેટેગરી સોળ અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે ૩જી અને અન્‍ય બીજા કામદારોની કેટેગરીઓ આશરે અઢી વર્ષ આગળ વધવા પામેલ છે. જ્યારે આ વિભાગની અન્ય કેટેગરીઓમાં હાલમાં વર્તમાન સમય ચાલે છે તો કેટલીકમાં અરજદારોને વીઝા મળવા અશક્ય છે.

કેટલાક લોકો રોજગાર આધારિત કેટેગરીઓમાં પિટિશન ફાઇલ કરે છે પરંતુ તેમણે ઇમીગ્રેશન ખાતાના હાલના નિયમોનું પાલન કરવાનું રહે છે અને તેમ ન કરનારાઓને કદાચ વીઝન ન પણ મળે.

આ અંગે તેમણે ઇમીગ્રેશન ખાતાના કાયદાના જાણકારોની સલાહ લેવી યોગ્ય થઇ રહેશે કે જેથી તેઓને પાછળથી પસ્તાવાનો સમય ન આવે.

 

 

 

માર્ચ ૨૦૧૯ માસ દર‌મ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી.

 

કૌટુમ્બીક આધારિત વિભાગો

ભારત કટ ઓફ તારીખ

અમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યક્તિના ૨૧ વર્ષથી

વધુ વયના અપરણીત સંતાનો (F-1)

૨૨મી ઓક્ટોબર-૨૦૧૧

૨એ

કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની

તથા અપરણીત સંતાનો (F-2A) 

૮મી જાન્યુઆરી-૨૦૧૭

૨બી

કાયમી વસવાટ કરનારાઓના ૨૧ વર્ષથી વધુ વયના

અપરણીત સંતાનો (F-2B)

૧લી ઓગષ્‍ટ-૨૦૧૨

 

અમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યકિતના

પરણીત સંતાનો (F-3)

૮મી સપ્ટેમ્બર-૨૦૦૬

અમેરિકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યકિતના

પુખ્ત વયના ભાઇઓ તથા બહેનો (F-4)

૮મી જુલાઇ-૨૦૦૪

 

 

કૌટુમ્બીક આધારિત વિભાગો

પિટીશન ફાઇલ કરેલ તે તારીખ

અમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યક્તિના ૨૧ વર્ષથી

વધુ વયના અપરણીત સંતાનો (F-1)

૨૨મી અેપ્રીલ-૨૦૧૨

૨એ

કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની

તથા અપરણીત સંતાનો (F-2A) 

૮મી ડીસેમ્બર-૨૦૧૭

૨બી

કાયમી વસવાટ કરનારાઓના ૨૧ વર્ષથી વધુ વયના

અપરણીત સંતાનો (F-2B)

૨૨મી જુન-૨૦૧૪

 

અમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યકિતના

પરણીત સંતાનો (F-3)

૧લી માર્ચ-૨૦૦૭

અમેરિકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યકિતના

પુખ્ત વયના ભાઇઓ તથા બહેનો (E-4)

૮મી ફેબ્રુઆરી-૨૦૦પ

વિશેષમાં ઇમીગ્રેશન ખાતાના નિયમો અનુસાર કૌટુમ્બીક આધારિત વિભાગો સિવાય રોજગાર આધારિત વિભાગોમાં પણ ભીન્ન ભીન્ન પ્રકારની કેટેગરીઓ શરૂ કરવામાં આવેલ છે અને તેનો લાભ કુશળ કારીગરો સવિશેષ પ્રમાણમાં લે છે. આ વિભાગમાં જે નીચે મુજબની તારીખો દર્શાવવામાં આવેલ છે તે માર્ચ ૨૦૧૯ માસ દરમ્યાન ભારત માટેની કટઓફની તારીખ છે જેની વાંચક વર્ગે નોંધ લેવા નમ્ર વિનંતી છે.

 

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામગદારો (E-1)

૨૨મી ફેબ્રુઆરી-૨૦૧૭

ધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)

૯મી અેપ્રીલ-૨૦૦૯

કુશળ કારીગરો (E-3)

અન્ય કામદારો (E-W)

૨૨મી મે-૨૦૦૯

૨૨મી મે-૨૦૦૯

ચોક્કસ વસાહતીઓ (E-4)

ધાર્મિક વ્‍યકિતઓ

વર્તમાન

હાલમાં અશક્ય

રોજગારી ઉત્‍પન્‍ન  કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

(C5 and T5)

વર્તમાન

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર) (I5 and R5)

હાલમાં અશક્ય

વધારામાં રોજગાર આધારિત વિભાગોમાં જે વ્‍યકિતઓઅે અમેરીકામાં સ્‍થાયી થવા માટે અરજી કરેલ છે તેની પ્રાયોરીટી તારીખ છે અને તે આધારે ઇમીગ્રેશન ખાતાના અધીકારીઓ દ્વારા જરૂરી પગલા લેવાઇ રહ્યા છે. આ અંગે ઇમીગ્રેશન ખાતાની વેબસાઇટનો ઉપયોગ કરવો હિતાવહ છે.

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામગદારો (E-1)

૧લી ઓક્ટોબર-૨૦૧૭

ધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)

૨૨મી મે-૨૦૦૯

કુશળ કારીગરો (E-3)

અન્ય કામદારો (E-W)

૧લી માર્ચ-૨૦૧૦

૧લી માર્ચ-૨૦૧૦

ચોક્કસ વસાહતીઓ (E-4)

ધાર્મિક વ્‍યકિતઓ

વર્તમાન

વર્તમાન

રોજગારી ઉત્‍પન્‍ન  કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

(CS and T5)

વર્તમાન

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર)

(I5 and R5)

વર્તમાન

કટ ઓફ તારીખ

ફેબ્રુઆરી-૨૦૧૯ માસ દરમ્યાન વીઝા અંગેની જે માહિતીઓ હતી અને માર્ચ ૨૦૧૯ ચાલુ માસ દરમ્યાન ઉપરોક્ત મુજબની જે માહિતીઓ પ્રસિદ્ધ કરેલ છે તેમાંથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે.

કૌટુમ્બીક આધારિત કેટેગરી

ગયા મહિનાની

કટ ઓફ તારીખ

ચાલુ માસની

કટ ઓફ તારીખ

કેટલા અઠવાડિયા આગળ વધી

૧પમી માર્ચ-૨૦૧૧

૨૨મી ઓક્ટોબર-૨૦૧૧

૨પ અઠવાડીયા

૨એ

૧લી માર્ચ-૨૦૧૬

૮મી જાન્યુઆરી-૨૦૧૭

૪૧ અઠવાડીયા

રબી

૧પમી જાન્યુઆરી-૨૦૧૧

૧લી ઓગષ્‍ટ-૨૦૧૨

૨૬ અઠવાડીયા

૧પમી નવેમ્બર-૨૦૦પ

૮મી સપ્ટેમ્બર-૨૦૦૬

૩૯ અઠવાડીયા

૮મી જાન્યુઆરી-૨૦૦૪

૮મી જુલાઇ-૨૦૦૪

૨૪ અઠવાડીયા

 

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામદારો(E-1)

વર્તમાન

૨૨મી ફેબ્રુઆરી-૨૦૧૭

-

ધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)

૮મી ડીસેમ્બર-૨૦૦૮

૯મી અેપ્રીલ-૨૦૦૯

૧૬ અઠવાડીયા

કુશળ કારીગરો

(E-3)

૧લી ડીસેમ્બર-૨૦૦૮

૨૨મી મે-૨૦૦૯

અઢી વર્ષ આગળ

 

બીજા અન્‍ય કામદારો

૧લી ડીસેમ્બર-૨૦૦૬

૨૨મી મે-૨૦૦૯

અઢી વર્ષ આગળ

ચોક્કસ વસાહતીઓ

(E-4)

વર્તમાન

વર્તમાન

-

 

ધાર્મિક વ્‍યકિતઓ

હાલમાં અશક્ય

હાલમાં અશક્ય

-

રોજગારી ઉત્‍પન્‍ન  કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

(C5 and T5)

વર્તમાન

વર્તમાન

-

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર)

(I5 and R5)

હાલમાં અશક્ય

હાલમાં અશક્ય

-

 

 

 

(6:31 pm IST)