Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

હવે બાંગ્લાદેશ સાથે સબંધ વધારવાની ઈમરાનની નવી ચાલ : શેખ હસીનાને ફોન કર્યો : ભારત માટે મુશ્કેલી ઉભી કરવાની સાજીશ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને બુધવારે બાંગ્લાદેશના પ્રાઈમ મિનિસ્ટર શેખ હસીનાને ફોન કર્યો હતો.તથા બંને દેશ વચ્ચે કોરોના વાઇરસ વિરુદ્ધ લેવાઈ રહેલા પગલાંઓ અંગે ચર્ચા કરી હતી.
રાજકીય સમીક્ષકોના મંતવ્ય મુજબ બાંગ્લાદેશને પોતાની નજીક લાવી ચીન સાથે ઘર્ષણમાં ઉતરેલા ભારત માટે મુશ્કેલી ઉભી કરવાની ઇમરાનખાનની આ નવી ચાલ છે.
સાથોસાથ ચીનની દોરવણી મુજબ ભારતના એક પછી એક પડોશી રાષ્ટ્રોને તેનાથી દૂર કરી ભારતને ઘેરવાની સાજીશ રચાઈ રહી હોવાનું રાજકીય પંડિતોનું મંતવ્ય છે.

(1:54 pm IST)