Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

" બલ્લે બલ્લે " : બલુચિસ્તાન રાજ્ય સરકારની શીખોને ભેટ : પાકિસ્તાનના કવેટામાં આવેલું શીખ ગુરુદ્વારા 73 વર્ષ પછી પાછું સોંપાયું : શીખો ખુશખુશાલ

કવેટા : પાકિસ્તાનની બલુચિસ્તાન રાજ્ય સરકારે શીખ સમૂહ માટે બહુ મોટો નિર્ણય લીધો છે.જે મુજબ કવેટામાં મસ્જિદ રોડ ઉપર આવેલ શીખ ગુરુદ્વારામાં 1947 ની સાલથી સરકારી હાઈસ્કૂલ ચાલતી હતી. જે જગ્યા 73 વર્ષ પછી શીખ ગુરુદ્વારા માટે પરત સોંપી દેવાનો બલુચિસ્તાન રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.જેના પરિણામે શીખો ખુશ થઇ ગયા છે.

આ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સને નજીકની અન્ય હાઈસ્કૂલમાં એડમિશન લઇ લેવાનું જણાવાયું છે.

(2:01 pm IST)