Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

અમેરિકાના પાટનગર વોશિંગટન ડી.સી.માં માસ્ક ફરજીયાત : ઘરની બહાર નીકળતા દરેક નાગરિકને મેયરનો આદેશ : નિયમનો ભંગ કરનારને 1 હજાર ડોલરનો દંડ : 3 વર્ષની ઉમર સુધીના બાળકો બાકાત

વોશિંગટન : વિશ્વ વ્યાપ્ત કોરોના વાયરસે અમેરિકામાં હાહાકાર મચાવી દીધો છે.જ્યાં સંક્રમિત લોકોની અને કોવિદ -19 ને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં થઇ રહેલા વધારાને કારણે સાવચેતીના પગલાં રૂપે પાટનગર વૉશિન્ગટનના મેયરે માસ્ક ફરજીયાત કરતો આદેશ બહાર પડ્યો છે.જે મુજબ ઘરની બહાર નીકળનાર દરેક નાગરિક માટે મોઢા ઉપર માસ્ક ફરજીયાત પહેરવાનો રહેશે.

આ નિયમનો ભંગ કરનારને 1 હજાર ડોલરનો દંડ કરશે.જોકે આ નિયમમાંથી 3 વર્ષ સુધીની ઉંમરના બાળકોને બાકાત રાખ્યા છે.

(1:49 pm IST)