Gujarati News

Gujarati News

News of Sunday, 21st June 2020

વિવાદિત નકશો મંજુર કર્યા બાદ નેપાળે હવે નાગરિકતા કાનૂનમાં પણ ફેરફાર કર્યો : ભારતથી પરણીને નેપાળ ગયેલી મહિલાઓને 7 વર્ષ પછી નાગરિકત્વ મળશે : રોટી બેટીનો વહેવાર બંધ કરવાનું પગલું

કાઠમંડુ : ભારતની સીમા સાથેનો વિવાદિત નકશો પાર્લામેન્ટમાં મંજુર કર્યા બાદ હવે નેપાળે ભારત સાથેનો રોટી બેટીનો વહેવાર પણ બંધ કરવા સમાન પગલું ભર્યું છે.જે મુજબ ભારતથી પરણીને નેપાળ ગયેલી મહિલાઓને 7 વર્ષ બાદ નાગરિકત્વ આપવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય બારામાં બોલતા નેપાળના હોમ મિનિસ્ટર રામબહાદુર થાપાએ જણાવ્યું હતું કે ભારતમાં પણ આવોજ કાયદો છે.હકીકતમાં આ તેમનું જુઠાણું છે.ભારતનો 7 વર્ષ પછી નાગરિકતા આપવાનો કાનૂન નેપાળને લાગુ પડતો નથી.

(12:48 pm IST)