Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

વેન્ટિલેટર બનાવવા માટે હવે NASA મેદાનમાં : સ્પેસ ક્રાફટ બનાવતી અમેરિકાની અંતરિક્ષ એજન્સીએ કોવિદ -19 ને મહાત કરવા વેન્ટિલેટર બનાવ્યા

વોશિંગટન : અમેરિકાની અંતરિક્ષ એજન્સીએ સમય સંજોગો પારખીને કોરોના વાઇરસ સામેની લડત માટે વેન્ટિલેટર બનાવવાનું શરૂ કરી દીધું છે.
એજન્સીએ જણાવ્યું હતું કે કોવિદ -19 સામેની લડત માટે વર્તમાન સંજોગોમાં સ્પેસ ક્રાફટ કરતા વેન્ટિલેટરની વધુ જરૂર છે.જે કોરોના વાઈરસગ્રસ્ત દર્દીઓની સારવાર માટે જરૂરી છે.
એજન્સીએ  બનાવેલા વેન્ટિલેટર હોસ્પિટલોમાં પણ ઉપયોગી થઇ રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:34 pm IST)