Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

કોરોના વાઇરસના કહેર વચ્ચે 12 ઇન્ડિયન અમેરિકન હોટેલિયર્સે ભારતની સંસ્કૃતિ ઝળકાવી : 4 સ્ટેટની 11 હોસ્પિટલમાં 25 હજાર માસ્કનું વિતરણ કર્યું

કેલિફોર્નિયા : અમેરિકામાં કોરોના વાઇરસના કહેર વચ્ચે 12 ઇન્ડિયન અમેરિકન હોટેલિયર્સે ભારતીય સંસ્કૃતિને ઝળકાવતું કાર્ય કરી દેખાડ્યું છે.જે મુજબ તેઓએ 4 સ્ટેટની 11 હોસ્પિટલોમાં 25 હજાર માસ્કનું વિતરણ કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું છે.
આ 12 ઇન્ડિયન અમેરિકન હોટેલિયર્સમાં શ્રી તરણ પટેલ ,શ્રી નીલ પટેલ ,શ્રી અવી સન્ની પટેલ ,શ્રી શીરીન પટેલ ,શ્રી સૂરજ આર પટેલ ,શ્રી રવિ ગોવિન ,શ્રી બીજલ પટેલ ,શ્રી મયુર ( માઈક ) પટેલ ,શ્રી અમીષ પટેલ ,શ્રી મિતેષ જીવન ,શ્રી અલ્પેશ જીવન ,તથા શ્રી સવન એચ.પટેલ નો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:25 pm IST)