Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

કર્મચારીના પેન્‍શન ખાતામાં ઓછી રકમ જમા કરાવવા બદલ ઠપકોઃ અમેરિકાના ન્‍યુજર્સીમાં આવેલા હોબોકેન મેયર ઇન્‍ડિયન અમેરિકન રવિ ભલ્લાનું મેયરપદ ૩ માસ માટે રદ

ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ન્‍યુજર્સીમાં આવેલા હોબોકેન મેયર ઇન્‍ડિયન અમેરિકન શ્રી રવિ ભલ્લાને અનૈતિક વર્તણુંક બદલ સ્‍ટેટ સુપ્રિમ કોર્ટએ ઠપકો આપી તેમનું મેયરપદ ૩ માસ માટે સ્‍થગિત કરી દીધું છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. તેમના ઉપર પોતાના કર્મચારીના પેન્‍શન ફંડમાં ૨૦૦૭ થી ૨૦૦૮ની સાલ દરમિયાન ઓછી રકમ જમા કરાવવાનો આરોપ હતો.

ઉલ્લેખનીય છે કે શ્રી ભલ્લા અનેક ટર્મથી કાઉન્‍સીલમાં ચૂંટાઇ આવે છે મેયર તરીકેની તેમની આ પ્રથમ ટર્મ છે.

(9:34 pm IST)