News of Saturday, 21st July 2018

‘‘કોલ સેન્‍ટર સ્‍કેમ'':યુ.એસ. ના ઇમીગ્રેશન સેન્‍ટરના બનાવટી અધિકારીના નામે ફોન કરી અમેરિકનોને કરોડો ડોલરનો ચૂનો લગાવનાર ભારતીય મૂળના ર૧ નાગરિકોને જેલ

વોશિંગ્‍ટનઃ અમેરિકામાં ‘‘ કોલ સેન્‍ટર સ્‍કેમ'' માં સામેલ થયેલા ભારતીય મૂળના ર૧ લોકોને ૪ થી ર૦ વર્ષ સુધીની જેલસજા થઇ છે.

 આ આરોપીઓએ ભારત ખાતેના  કોલ સેન્‍ટરના માધ્‍યમથી  હજારો અમેરિકનો સાથે છેતરપીંડી કરી કરોડો ડોલરનો ચૂનો લગાવી  દીધો હતો. આ છેતરપીંડીનો ભોગ બનેલાઓમાં મોટા ભાગના સિનીયર સિટીઝનો તથા પ્રવાસીઓ હતા.

આ સ્‍કેમ અંતગર્ત ઇન્‍ટરનલ રેવન્‍યુ સર્વિસ  અથવા યુ.એસ. સિટીઝનશીપ એન્‍ડ ઇમીગ્રેશન સર્વિસના બનાવટી અધિકારી તરીકે ફોન કરી નાણાં પડાવ્‍યા હતા.

સજા પૂરી થયે અમુકને દેશનિકાલ પણ કરી દેવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:28 pm IST)
  • દાહોદના ફુલપુરા ગામના તળાવમાં એક જ કુટુંબના બે બાળકો ડુબી જતા મોત access_time 11:24 pm IST

  • આણંદમાં અચાનક વાતાવરણમાં પલટો:ધોધમાર વરસાદ ખાબક્યો:અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા:આણંદ જીલ્લાના વિસ્તારોમાં પણ મેઘમહેર access_time 1:10 am IST

  • ૩ કરોડની જુની નોટ સાથે ૫ની ધરપકડ પુણેમાં પોલીસ ૫ લોકોની ૫૮૦ અને ૧૦૦૦ના દરની જુની ચલણી નોટો સાથે ધરપકડ કરી હતી. નોટોની કિંમત લગભગ ૩ કરોડ જેટલી છે: પોલીસે આ અંગે તપાસ આદરી છે access_time 11:39 am IST