Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

‘‘ધ લોસ ઓફ સ્‍પાઉસ'': જીવનસાથીની વિદાય પછી આવી પડતી મુશ્‍કેલીઓ અંગે માર્ગદર્શનઃ નાણાંકીય પ્રબંધ, પ્રોપર્ટી, વીલ, વીમો, સહિતની બાબતોની છણાંવટ કરાશેઃ અમેરિકાના હયુસ્‍ટનમાં ઇન્‍ડિયા હાઉસ ખાતે ૮ જુલાઇ ૨૦૧૮ના રોજ ફ્રી સેમિનાર

હયુસ્‍ટનઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં ઇન્‍ડિયા હાઉસ, શેર અવર સિક્રેટસ (SOS) ઇન્‍ડિયન અમેરિકન કેન્‍સર નેટવર્ક (IACAN) તથા ઇન્‍ડો અમેરિકન ચેમ્‍બર ઓફ કોમર્સ ગ્રેટર હયુસ્‍ટનના સંયુક્‍ત ઉપક્રમે ૮ જુલાઇ ૨૦૧૮ રવિવારના રોજ ‘‘ધ લોસ ઓફ સ્‍પાઉસ ધ લાઇફ આફટર'' વિષય ઉપર ફ્રી સેમિનારનું આયોજન કરાયું છે.

ઇન્‍ડિયા હાઉસ ખાતે યોજાનારા આ સેમિનારનો સમય બપોરે ૩-૩૦ થી સાંજે ૫-૩૦ વાગ્‍યા સુધીનો રહેશે.

આ સેમિનારમાં વિવિધ ક્ષેત્રોના વિદ્વાન વકતાઓ ઉદબોધન કરશે. જેઓ સિનીઅર સિટીઝન દંપતિ પૈકી કોઇ પણ એકનું અવસાન થતા આવી પડતી મુશ્‍કેલીઓ અંગે માર્ગદર્શન આપશે. જેમાં વિધવા કે વિધુર માટે નાણાંકીય પ્રબંધ, પ્રોપર્ટી અંગે વીલ, વીમો, વારસદારો, સહિતની બાબતોની છણાંવટ થશે. તથા એકલા રહેતા જીવવા અંગે માર્ગદર્શન અપાશે. તેવું ત્‍ખ્‍ફ દ્વારા જાણવા મળે છે.

(10:56 pm IST)
  • ગાંધીનગરની માણસા તાલુકા પંચાયતનું પરિણામ સ્થગિત :પક્ષાંતર કરનારા 10 સભ્યોએ બંધ કવરમાં મતદાન કર્યુ : હવે હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવાના કારણે પરિણામ સ્થાગિત :પક્ષાંતર કરનાર સભ્યોના મત ગણતરી મામલે હાઈકોર્ટ 26 જૂને ચૂકાદો આપશે access_time 1:18 am IST

  • ભાવનગર: અલકા ટોકીઝ પાસે થયેલ યુવાનની હત્યાના મામલે મુખ્ય ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા access_time 8:50 pm IST

  • મુશરર્ફ-અબ્બાસી બાદ ઇમરાનખાનનું ઉમેદવારી પાત્ર નામંજૂર ;પાકિસ્તાન ચૂંટણી પંચે પાકિસ્તાન તહરીક -એ-ઇન્સાફના પ્રમુખ ઇમરાનખાનનું ઉમેદવારીપત્ર નામંજૂર કર્યું :આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી અને પીએમએલના નેતા અબ્બાસી અને પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્ર્ફનું ઉમેદવારી પણ ફગાવી દીધી હતી access_time 12:50 am IST