Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

અમેરિકામાં ભારતીય મૂળના મહિલા સુશ્રી રચના દેસાઇ માર્ટીનનો દબદબોઃ દેશના સૌથી મોટા ગણાતા ડેમોક્રેટીક પક્ષની નેશનલ કમિટીના ચિફ ઓપરેટીંગ ઓફિસર બન્યા

વોશિંગ્ટનઃ ઇન્ડિયન અમેરિકન પોલિટિકલ એકટીવિસ્ટ સુશ્રી રચના દેસાઇ માર્ટીનનો સમાવેશ '' ડેમોક્રેટીક નેશનલ કમિટિ'' ના  ચિફ ઓપરેટીંગ ઓફિસર તરીકે કરાયો છે.

         ઉપરોકત હોદા ઉપર નિમણુંક મળવાથી તેમણે રોમાંચ અને આનંદ વ્યકત કર્યો હતો. તથા વધુ ને વધુ લોકો ડેમોક્રેટ પાર્ટીેન વોટ આપે તે માટે પ્રયત્નશીલ રહેવાની ઇચ્છા વ્યકત કરી હતી.

         તેઓ આ અગાઉ ડિરેકટર ઓફ વોટર પ્રોટેકશન એન્ડ સિવિક એન્ડોજમેન્ટ ડીરેકટર તરીકે ફરજ બજાવી ચુકયા છે. ૧૦ એપ્રિલ ર૦૧૯ ના રોજ તેમને નેશનલ  કક્ષાની  કમિટિમાં સ્થાન અપાયું છે.

 

(8:55 pm IST)
  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • સળગતા બાઇક પર સવાર દંપતિનો ચાર કિમિ પીછો કરીને પોલીસે જીવ બચાવ્યો ::વિડિઓ વાયરલ : ઇટાવાની નજીક એક્સપ્રેસ-વે પર ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમની પ્રશંસનીય કામગીરી : બાઇક સવાર પર નજર પડી. જેમાં બાઇકમાં આગ લાગેલી હતી:. બાઇકમાં લાગેલી આગ જોઇને પોલીસે બાઇક સવાર દંપતિને જાણ પીછો કર્યો ;બાઈક રોકાવી આગને કાબુમાં લઇને દંપતીનો જીવ બચાવ્યો : આગને કારણે બાઈક બ્લાસ્ટ થવાની હતી ભીતિ access_time 1:17 am IST

  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST