News of Thursday, 11th April 2019
અમેરિકામાં ભારતીય મૂળના મહિલા સુશ્રી રચના દેસાઇ માર્ટીનનો દબદબોઃ દેશના સૌથી મોટા ગણાતા ડેમોક્રેટીક પક્ષની નેશનલ કમિટીના ચિફ ઓપરેટીંગ ઓફિસર બન્યા
વોશિંગ્ટનઃ ઇન્ડિયન અમેરિકન પોલિટિકલ એકટીવિસ્ટ સુશ્રી રચના દેસાઇ માર્ટીનનો સમાવેશ '' ડેમોક્રેટીક નેશનલ કમિટિ'' ના ચિફ ઓપરેટીંગ ઓફિસર તરીકે કરાયો છે.
ઉપરોકત હોદા ઉપર નિમણુંક મળવાથી તેમણે રોમાંચ અને આનંદ વ્યકત કર્યો હતો. તથા વધુ ને વધુ લોકો ડેમોક્રેટ પાર્ટીેન વોટ આપે તે માટે પ્રયત્નશીલ રહેવાની ઇચ્છા વ્યકત કરી હતી.
તેઓ આ અગાઉ ડિરેકટર ઓફ વોટર પ્રોટેકશન એન્ડ સિવિક એન્ડોજમેન્ટ ડીરેકટર તરીકે ફરજ બજાવી ચુકયા છે. ૧૦ એપ્રિલ ર૦૧૯ ના રોજ તેમને નેશનલ કક્ષાની કમિટિમાં સ્થાન અપાયું છે.
(8:55 pm IST)