Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

"Me Too" વિરૂદ્ધ હવે "Him Too" : માત્ર મહિલાઓ જ નહિ, પુરૂષો પણ સતામણીનો ભોગ બને છે : ૩ર વર્ષીય અમેરિકન યુવાન પુત્રની માતાએ "Him Too" હેઠળ ટિવટરનાં માધ્યમ દ્વારા વ્યકત કરેલી વ્યથા

વોશીંગ્ટન : મહિલાઓના જાતિય શોષણને વાચા આપતી તથા Me Too નામથી વિશ્વ વિખ્યાત બની ચુકેલી ઝુંબેશથી વ્યથિત થયેલી એક અમેરિકન યુવકની માતાએ ટિવટર માધ્યમથી વ્યથા વ્યકત કરી છે. નવનિયુકત જજ બ્રેટ કાવાનાહની સોગંદવિધિ સમયે તેણે Me Too વિરૂધ્ધ પુરૂષોની હેરાનગતિને વાચા આપતી Him Too ઝુંબેશના માધ્યમ હેઠળ ટિવટર ઉપર કરેલી પોસ્ટમાં જણાવ્યા મુજબ તેનો ૩ર વર્ષીય પુત્ર ડેટીંગ માટે મળેલી ઓફરનો અસ્વીકાર કરવા માંગતો હતો. કારણ કે તેને ડર હતો કે જો યુવતિ તેના ઉપર જાતિય શોષણનો આરોપ લગાવશે તો કોર્ટમાં તેનો કોઇ બચાવ માન્ય નહીં રહે. આમ આ Me Too કમ્પેન અમેરિકન નાગરિકો માટે જોખમી બની ગઇ હોવાનો યુવાનની માતાનો કહેવાનો અર્થ હતો. જો કે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ જુનીયર જજ તરીકે પોતે નિમેલા બ્રેટ કાવાનાહની નિમણુંકને માન્યતા આપવા બાબતે સુપ્રિમ કોર્ટમાં થયેલી ચર્ચા દરમિયાત તેના ઉપરના આક્ષેપો નકારી કાઢયા હતા. તેમણે જણાવ્યું હતું કે પોતાના ઉપર પણ આવા આક્ષેપો ભુતકાળની બીનાઓને ધ્યાને લઇ કરાયા છે.  જો કે આ માતાના યુવાન પુત્ર ૩ર વર્ષીય નેવી સૈનિક પિટર હેેન્સનએ પોતે Him Too નો સમર્થક નહીં હોવાનું જણાવ્યું હતું તેણે જણાવ્યું હતું કે ઙ્ગકયારેક આપણે  જેને બહુ ચાહતા હોઇએ તે વ્યકિત જ આપણી લાગણી દુભાવે છે.

યુ.એસ. જસ્ટીસ ડીપાર્ટમેન્ટના અભ્યાસમાં જાણવા મળ્યા મુજબ ૧૦માંથી એકાદ બે કેસ જ એવા હોય છે કે જેમાં મહિલાએ દેષભાવથી આક્ષેપ કર્યો હોય સામે પક્ષે મહિલાઓએ જેમના ઉપર આક્ષેપ કર્યો હોય તેમાં ૧૦ પુરૂષોમાંથી માત્ર એકાદ પુરૂષ જ ખોટોઆક્ષેપનો ભોગ બનેલો જોવા મળે છે.

આક્ષેપોનો ભોગ બનતા પુરૂષોના હકકો માટેના ગૃપના જણાવ્યા મુજબ પુરૂષો દ્વારા Him Too હેઠળ કરાતા આક્ષેપો કરતા મહિલાઓ દ્વારા Me Too હેઠળ કરતા આક્ષેપોની સંખ્યા વધી જાય છે. તેવું tiny.iavian.net દ્વારા જાણવા મળેલ છે.

(4:26 pm IST)
  • ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત પાછળ ધકેલાયું :ગ્લોબલ હંગર ઈન્ડેક્સ પ્રમાણે ભૂખમરો દૂર કરવામાં પુરોગામી મનમોહનસિંહની સરકાર કરતા હાલની મોદી સરકાર પાછળ : વિકાસ અને ગરીબી દૂર થવાના સરકારી દાવાઓ વચ્ચે 2018ના ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ વધુ ગગડયું :119 દેશોની ગ્લોબલ હંગર ઈન્ડેક્સની યાદીમાં ભારત 103મા સ્થાને પહોંચ્યું:. 2017માં ભારત ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં 100મા ક્રમાંકે હતું. access_time 12:24 am IST

  • ભરૂચ:અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના સરપંચ અને તલાટી રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા:સ્ટ્રીટ લાઈટના પોલનું બિલ પાસ કરવા કોન્ટ્રાકટર પાસે માંગી હતી લાંચ: access_time 5:58 pm IST

  • વલસાડ:સેલવાસના એલિગેન્ટ કાસ્ટિંગ નામની કંપનીની ભઠ્ઠીમાં ધડાકો:12 કામદારોને ઇજાગ્રસ્ત:સારવાર માટે વાપી અને સેલવાસની હોસ્પિટલમાં ખસેડાયા:ધડાકાનું કારણ અકબંધ access_time 5:57 pm IST