Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અમેરિકાના લોસ એન્જલસમાં ૫ જુલાઇ થી ૭ જુલાઇ ૨૦૧૮ દરમિયાન સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજનું ૮મું આંતરરાષ્ટ્રિય સંમેલનઃ કિ નોટ સ્પીકર તરીકે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી શુભેચ્છા સંદેશ પાઠવશેઃ પૂર્વ કેન્દ્રીય મિનીસ્ટર તથા વર્તમાન ગુજરાત ગૌસેવા મંડળ ચેરમેન ડો.વલ્લભભાઇ કથિરીયા તથા ડો.પ્રદીપભાઇ કણસાગરાનું બહુમાન કરાશેઃ ત્રિદિવસિય સંમેલન દરમિયાન યોગ, વર્કશોપ, સિનીઅર સિટીઝન, યુથ કારકિર્દી માર્ગદર્શન, ટેકસ પ્લાનીંગ, હેલ્થ, એજ્યુકેશન,વુમન ફોરમ, સહિત વિવિધ વિષયો ઉપર નિષ્ણાંતોનું માર્ગદર્શનઃ દૈનંદિન મનોરંજન કાર્યક્રમો

લોન એન્જલઃ યુ.એસ.માં નોનપ્રોફિટ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનું ૮મું આંતર રાષ્ટ્રિય સંમેલન લોસ એન્જલસ ખાતે ઓન્ટારીઆના ઓન્ટારીઓ કન્વેન્શન સેન્ટરમાં ૫ જુલાઇથી ૭ જુલાઇ ૨૦૧૮ દરમિયાન રાખવામાં આવ્યું છે.

આ સંમેલનમાં અમેરિકા ઉપરાંત ભારત, કેનેડા, બ્રિટન, આફ્રિકા તથા અન્ય દેશોમાંથી ૨૨૦૦ ઉપરાંત લોકો હાજરી આપશે. ત્રિદિવસિય સંમેલન દરમિયાન યુનિટી, કલ્ચર,ધર્મ, એજ્યુકેશન, વિવિધ લાઇન માટે કોલેજ સિલેકશન, હેલ્થ, દવા વિલ એસ્ટેટ પ્લાનીંગ, ઇમીગ્રેશન, અમેરિકા તથા ભારતના ટેકસને લગતા કાયદાઓ, વુમન ફોરમ, સિનીઅર સિટીઝન, યુથ, વિગેરે બાબતો ઉપર દેશ વિદેશોના નિષ્ણાંતો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવશે.

સંમેલનના કિનોટ સ્પીકર તરીકે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો મેસેજ રહેશે. ત્રિદિવસિય સંમેલન અંતર્ગત પાંચ જુલાઇના રોજ યોગા, ઉત્સવ મેલા, સિંગલ મિંગલ કોમર્શીઅલ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ, જુદી જુદી ઉંમરના લોકો માટે વર્કશોપ, પાથ ટુ બિકમએ ફીઝીશીયન, તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા છે.

આ ત્રિદિવસિય સંમેલનમાં ભાગ લેવા ગયેલા પૂર્વ સાંસદ તથા કેન્દ્રીય મિનીસ્ટર તથા વર્તમાન ગુજરાત ગૌસેવા મંડળ ચેરમેન ડો.વલ્લભભાઇ કથિરીયા તથા ડો.પ્રદીપભાઇ કણસાગરાનું સન્માન કરાશે.

સંમેલન વિષયક વિશેષ માહિતિ માટે www.spcsusa.org દ્વારા સંપર્ક સાધવા શ્રી ગોરધનભાઇ ધાનાણી તથા શ્રી બાબુભાઇ સાવલિયા પબ્લીક રિલેશન કમિટીની યાદીમાં જણાવાયું છે.

(8:57 pm IST)