Gujarati News

Gujarati News

News of Sunday, 1st July 2018

અમેરિકાના એફસીસીના પ્રમુખ અજિત પઇના પુત્રને ધમકી આપનાર શખ્સની ધરપકડ

એફસીસી દ્વારા નેટ ન્યૂટ્રાલિટી સમાપ્ત થવાને કારણે આરોપી નારાજ હતો

અમેરિકાના ફેડરલ કમ્યુનિકેશન કમિશનના પ્રમુખ ભારતીય મૂળના અમેરિકન નાગરિક અજીત પઈના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ કરી લેવાઈ છે વર્જિનિયા  અદાલતમાં નોંધવામાં આવેલા સંબંધિત દસ્તાવેજ મુજબ શખ્સની ઓળખ મરકારા તરીકે કરવામાં આવી છે.

મરકારા દ્વારા પઈને ઈમેલ કરીને ધમકી આપવામાં આવી છે. ભારતીય મૂળના અમેરિકન નાગરિક અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓમાંથી એક છે. એફસીસી દ્વારા નેટ ન્યૂટ્રાલિટી સમાપ્ત થવાને કારણે આરોપી નારાજ હતો. મહત્વપૂર્ણ છે કે એફસીસી અમેરિકાની એક સશક્ત સરકારી એજન્સી છે. એફસીસી દ્વારા અમેરિકામાં ઈન્ટરનેટ, સેલફોન સ્પેક્ટ્રમ, રેડિયો, ટેલિવિઝન અને ટેલિફોનને નિયમિત કરે છે.

 

(12:00 am IST)