Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી યુવાન મૌલિક રાઠોડની હત્યાના આરોપસર તેની ગર્લફ્રેન્ડની ધરપકડ

ઓસ્ટ્રેલિયા : ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 4 વર્ષથી સ્થાયી થયેલા ગુજરાતના અમદાવાદના યુવાન મૌલિન રાઠોડની તાજેતરમાં થયેલી હત્યા ની શંકાના અનુસંધાને તેની ગર્લફ્રેન્ડ ગણાતી 18 વર્ષીય યુવતી જેમી લી ડોલનેગોય ની ધરપકડ કરવામાં આવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. કોર્ટે આ મામલે મૌલિનની હત્યા બદલ આરોપ ઘડી પોલીસને આ અંગે વધુ તપાસના આદેશ આપ્યા છે. આ યુવતી 18 વર્ષીય જેમી લી ડોલ્નેગોયની ગત સોમવારે પોલીસે તેના જ ઘરમાંથી ધરપકડ કરી હતી. ધરપકડ સમયે જેમીના ઘરમાં મૌલિન ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની રાત્રે જ મૌલિનનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, મૌલિન ચાર વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા ગયો હતો. ગત સોમવારે તે જેમીના ઘરે તેને મળવા ગયો હતો. જ્યાં જેમી મૌલિન ઉપર જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી. તેવો આરોપ છે.

ડોલ્નેગોયને મેલબોર્ન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન જેમી સામે મૌલિનની હત્યાના પ્રયાસ, ઇરાદાપૂર્વક ગંભીર ઇજાઓ પહોંચાડવાના આરોપ લગાવવામાં આવ્યા છે. સારવાર દરમિયાન મૌલિનનું મોત થયું હતું. તેથી જેમી સામે હત્યાના આરોપ પણ છે. કોર્ટમાં આ કેસમાં આગામી સુનવણી 19 નવેમ્બરના રોજ થશે, ત્યાં સુધી જેમી પોલીસ કસ્ટડીમાં રહેશે.

(7:01 pm IST)