Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

પંજાબ કિંગ્સ સામે જીત બાદ હાર્દિક પંડ્યાની ભૂલ મોંઘી પડી : બીસીસીઆઇએ 12 લાખનો દંડ ફટકાર્યો

હાર્દિકે નક્કી કરેલા સમયમાં બોલિંગની 20 ઓવર પુરી કરવામાં અસફળ રહ્યો

મુંબઈ ઈન્ડિયન્સની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને પંજાબ વિરુદ્ધ રમાયેલી મેચ બાદ ઓવર રેટ ધીમી હોવાને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈની ટીમે આઈપીએલની 17મી સીઝનમાં 7મી મેચમાં પંજાબની ટીમ વિરુદ્ધ રમી હતી. જેમાં તેમણે જીત મેળવી હતી.

આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ઓવર રેટ ખુબ ધીમી હતી. જેને લઈ હાર્દિક પંડ્યાને આઈપીએલ આચારસંહિતા અનુસાર દંડ ફટકારવામાં આવ્યો છે. હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે સીઝનમાં ધીમી ઓવર રેટના કારણે પહેલી વખત દંડ ફટકારવામાં આવ્યો છે

પંજાબ કિંગ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો ઓવર રેટ ખૂબ જ ધીમો હતો, જેમાં ઈનિંગની છેલ્લી 2 ઓવરમાં તેઓ 30 યાર્ડની બહાર 5 ફિલ્ડરની જગ્યાએ માત્ર 4 ફિલ્ડર જ ફિલ્ડ કરી શક્યા હતા. બીસીસીઆઈએ હાર્દિકને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

   કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પહેલી વખત દંડ ફટકારવામાં આવ્યો છે. આ સીઝનની તેની પહેલી ભૂલ છે. તમને જણાવી દઈએ કે, જો હવે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બીજી વખત આવી ભૂલ કરે છે તો હાર્દિકને 24 લાખનો દંડ ફટકારવામાં આવશે. તેમજ અન્ય ખેલાડીને પણ દંડ ફટકારવામાં આવશે.

(6:42 pm IST)