Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પેટાચૂંટણી : ક્યાં કોની જીત...

ભાજપે ચાર પૈકી બે સીટો ગુમાવી દીધી

        નવીદિલ્હી,તા. ૩૧ : દેશભરની લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાટીને મોટી પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોને હારનો સામનો કરવો પડ્યો છે. આ ચૂંટણીમાં જીતથી ઉત્સાહિત વિપક્ષે પ્રહારો કરવાની પણ શરૂઆત કરી દીધી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપને બેવડો ફટકો પડ્યો છે. એકબાજુ કૈરાના લોકસભા ચૂંટણીમાં તેની હાર થઇ છે જ્યારે બીજી બાજુ નુરપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ તેની હાર થઇ છે. ક્યાં કોની જીત થઇ તે નીચે મુજબ છે.

*    ઉત્તરપ્રદેશની કૈરાના લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં આરએલડીના તબસ્સુમ હસને ભાજપના મૃગાંકાસિંહ પ૨ ૯૫૦૦૦ મતે જીત મેળવી

*    સમાજવાદી પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં નુરપુર વિધાનસભાની બેઠક જીતી

*    ટીએમસીના ઉમેદવાર દુલાલ દાસે પશ્ચિમ બંગાળમાં મહેશતાલા વિધાનસભા પેટાચૂંટણીમાં જીત મેળવી છે

*    જેએમએમે ઝારખંડમાં બંને સીટો જીતી. સિલ્લી સીટ પર જેએમએમ ઉમેદવાર સીમા મહોતો અને ગોમિયા વિધાનસભા સીટ પર બબીતાદેવીની જીત થઇ

*    પાલઘર લોકસભા પેટાચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ગાવિતે શિવસેનાના વાંગા પર ૩૯૫૭૪ મતે જીત મેળવી

*    બિહારમાં અરેરિયા જિલ્લાની જોકીહાટ સીટ પર આરજેડી ઉમેદવાર શાહનવાઝે જેડીયુના ઉમેદવાર પર ૪૧૨૨૪ મતે જીત મેળવી

*    મહારાષ્ટ્રમાં ભંડારા-ગોંડિયા સીટ પ એનસીપીના ઉમેદવાર મધુકર કુકડેની જીત થઇ

*    પંજાબમાં શાહકોટ સીટ પર કોંગ્રેસના ઉમેદવારે ૩૮૦૦૦ મતે જીત મેળવી

*    મેઘાલયમાં અમ્પાતી સીટ પર કોંગ્રેસ ઉમેદવાર મુકુલ સંગ્માની પુત્રી નિયાનીની ૩૧૯૧ મતે જીત થઇ છે

*    ઉત્તરાખંડમાં થરાલી વિધાનસભા સીટ પર ભાજપના મગનલાલ શાહની સીટ ખાલી થયા બાદ ભાજપની જીત થઇ

*    કેરળમાં ચેંગનુર વિધાનસભા પેટાચૂંટણીમાં સીપીએમ ઉમેદવારની જીત થઇ

*       કર્ણાટકમાં રાજેશ્વરીનગર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મુનીરત્નાની ૪૧૧૬૨ મતે જીત

(7:34 pm IST)