Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

અખિલેશનું 'ઘર' શાંતઃ બહારની લડાઇ આસાન નથી

યાદવ પરિવારનો ડખ્ખો પુરો થઇ ગયો, અખિલેશને સ્વીકારી લેવાયા, પરંતુ રાજકીય પડકારો કમ નથી

લખનોૈ તા.૩૧: સપા હવે જોરમાં દેખાય છે. ભાજપા સાથે લડીને તેને આવતી લોકસભા, ચૂંટણીમાં રોકવાનો સંકલ્પ તો કર્યો છે પણ તે સહેલું નહી હોય અખિલેશના હાથમાં સુકાનતો આવી ગયુ છે પણ તેમને અંદર અને બહારની શકિતઓ સામે લડવંુ પડશે અખિલેશે સત્તા વગર પાર્ટીને આગળ લઇ જવાની છે. અખિલેશ યાદવની ડાઘ વગરની અને આધુનિક તસ્વીર ને લીધે તેઓ રાષ્ટ્રીય નેતા ગણાય છે. યુવાઓમાં તેમની લોકપ્રિયતા ઘણી વધારે છે. પાર્ટી સંરક્ષક મુલાયમ સિંહના આર્શિવાદ અને શિવપાલે આપેલા અભિનંદનથી પારિવારીક ડખા દુર થયા હોવાનો સંદેશ મળે છે. આજમખાનના દાવા પ્રમાણે લઘુમતિઓ સપાની સાથે છે અને મુલાયમ જેટલો જ વિશ્વાસ અખિલેશ પર રાખે છે.

સપા બસપા કરતા ભાજપ સામે લડશે. અખિલેશ સપાને બીજા રાજયોમાં ફેલાવવા માટે ખાસ રણનીતિ બનાવશે.

(4:21 pm IST)