Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પદ્‌માવતના મુદ્દે આંદોલન કરનારા સંગઠને ફરી મોરચો માંડયો

કરણી સેનાની અયોધ્‍યામાં ભવ્‍ય રાજમહેલ બનાવવાની માગણી

નવી દિલ્‍હી તા. ૩૧ : પદ્માવત'ના મુદ્દે દેશભરમાં આંદોલન કરનારા અને ગુજરાત, રાજસ્‍થાન અને મધ્‍ય પ્રદેશમાં એની રિલીઝ અટકાવી દેનારા સંગઠન શ્રી રાજપૂત કરણી સેનાએ હવે નવો મોરચો માંડ્‍યો છે. તેમણે અયોધ્‍યામાં રાજમહેલ બનાવવાની માગણી કરી છે અને આ માટે તેઓ વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીને પણ મળવા જશે. બીજી તરફ તેઓ રાજપૂત આરક્ષણની સમીક્ષા કરવા માટે ચિત્તોડમાં સંમેલન બોલાવશે.શ્રી રાજપૂત કરણી સેનાના સંસ્‍થાપક લોકેન્‍દ્રસિંહ કાલવીએ ગઈ કાલે અમદાવાદમાં પ્રેસ-કોન્‍ફરન્‍સમાં કહ્યું હતું કે અમે ભગવાન શ્રી રામના સીધા વંશજ છીએ ત્‍યારે અમને અયોધ્‍યામાં ભવ્‍ય રાજમહેલ બનાવવા દો. આ મુદ્દે અમે વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીને મળીશું. મંદિરના મુદ્દે ઝઘડો થઈ રહ્યો છે, પણ અમે મંદિરના ઝઘડાથી ઉપર ઊઠીને વાત કરી રહ્યા છીએ.'શ્રી રાજપૂત કરણી સેનાને ૨૩ સપ્‍ટેમ્‍બરે ૧૨ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્‍યારે ચિત્તોડમાં આરક્ષણની સમીક્ષા કરવા માટે સંમેલન બોલાવવામાં આવશે. આ સંમેલનમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના મોહન ભાગવતને બોલાવવાની વિચારણા છે.

(2:54 pm IST)