Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

મોદીની ‘આયુષ્‍યમાન ભારત'ને ઝટકોઃ સસ્‍તા દરે સારવારનો પ્રાઇવેટ હોસ્‍પિટલે કર્યો સ્‍પષ્‍ટ ઇન્‍કાર

નવી કિંમતોને પણ હોસ્‍પિટલોએ ફગાવીઃ બે હજારથી વધુએ કરી મનાઇ

નવી દિલ્‍હી તા.૩૧: વડાપ્રધાન નરેન્‍દ્રમોદીની દેશના ૫૦ કરોડ લોકોને સ્‍વાસ્‍થ્‍ય વીમો આપવાની યોજના ના મોટા કોર્પોરેટ હોસ્‍પિટલમાંથી ઝાટકો લાગ્‍યો છે. આ હોસ્‍પિટલો એ આયુષ્‍માન ભારત હેઠળ તબીબોને સારવાર આપવાની સ્‍પષ્‍ટ ઇન્‍કાર કરી દીધો છે. સુત્રોના જણાવ્‍યા મુજબ દિલ્‍હી સહિત મેટ્રો શહેરોના ચર્ચિત પ્રાઇવેટ હોસ્‍પિટલોએ આયુષ્‍યમાન ભારત હેઠળ સસ્‍તા દરે સારવાર કરવાની મનાઇ કરી દીધી છે.

હોસ્‍પિટલના આ વલણે મંત્રાલયને પણ ઝટકો આપ્‍યો છે. સુત્રોના જણાવ્‍યા મુજબ બે હજારથી વધુ હોસ્‍પિટલોએ આ નિર્ણય લીધો છે. ત્‍યારબાદ દર્દીને દિલ્‍હી જેવા શહેર માં સારવાર ઉપલબ્‍ધ કરાવા સરકાર માટે મોટો પડકાર બની ગયો છે. થોડાક સમય પહેલા આ હોસ્‍પિટલોએ નીતિ આયોગ અને કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયને એક પત્રમાં તેનો ખુલાસો પણ કર્યો હતો. ત્‍યારબાદ આયુષ્‍યમાન ભારત હેઠળ દર્દીઓને હોસ્‍પિટલમાં મળતા પેકેજની કિંમતોમાં ૨૮ મેના રોજ બદલાવ પણ કરવામાં આવ્‍યો.આ દરેક હોસ્‍પિટલોએ નવી કિંમતોને પણ માનવાનો ઇન્‍કાર કરી દીધો તેનું કહેવું છેકે સરકારે કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય યોજના કિંમતોથી પણ ઓછા દરે આયુષ્‍યમાન ભારતમાં રાખ્‍યા છે જોકે પ્રાઇવેટ હોસ્‍પિટલો માટે તે મોટુ નુકશાન છે. સુત્રોના જણાવ્‍યા મુજબ આ યાદીમાં ફોર્ટિસ , મેદાંતા, મેકસ અને અપોલો જેવી મોટી હોસ્‍પિટલો સામેલ છે.

મંત્રાલયના એક વરિષ્‍ઠ અધિકારીએ કહયું કે આયુષ્‍યમાન ભારત યોજના કોઇપણ હોસ્‍પિટલ માટે અનિવાર્ય નથી. ૧૫ જુનથી હોસ્‍પિટલો ની અરજી આમંત્રિત છે. જો આ દરમ્‍યાન પણ કોર્પોરેટ હોસ્‍પિટલ અરજી કરતા નથી તો સરકાર વાતચીત કરશે ઉપરાંત જો હોસ્‍પિટલોને પરેશાની થશે તો આ દિશામાં અલગથી નિર્માણ કરવામાં આવશે.

(2:51 pm IST)