Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

જીઓ આપશે ૧૦૦૦ એમબીપીએસની સ્‍પીડઃ ભાડુ ૧ હજારથી ઓછ

ઈન્‍ટરનેટની દુનિયામાં સુપર સ્‍પીડ યુગની શરૂઆત થશે

નવી દિલ્‍હી, તા.૩૧: ટેલીકોમની દુનિયામાં ઉથલ- પાથલ કરનાર રિલાયન્‍સ જીઓ વધુ એક પ્‍લાન સાથે ઈન્‍ટરનેટ ડેટા ક્ષેત્રમાં ધમાલ મચાવવાની તૈયારીમાં છે. રિલાયન્‍સ જીઓ સપ્‍ટેમ્‍બર ૨૦૧૬થી જીઓ ફાઈબર લાઈન બ્રોડબેન્‍ડ સર્વીસીઝનું પરિક્ષણ કરી રહી છે. તેના દ્વારા વપરાશકર્તાઓને રૂા.૧૦૦૦થી પણ ઓછામાં ૧૦૦ એમબીપીએસ સ્‍પીડથી બ્રોડબેન્‍ડ સુવીધા અપાશે. કેટલાક યુઝરોને પ્રીવ્‍યુ પ્‍લાન હેઠળ જીઓ ફાઈબરની સુવિધા આપવામાં આવી રહી છે, પણ ટેલીકોમ કંપની હવે રૂા.૧૦૦૦થી પણ ઓછા માસીક ભાડામાં આ સેવા દરેક યુઝર્સને ઉપલબ્‍ધ કરાવવા જઈ રહી છે.

આ પ્‍લાન હેઠળ અનલીમીટેડ વોયસ અને વીડિયો કોલની સુવિધા આપવામાં આવશે. મિંટના જણાવ્‍યા મુજબ જીઓ ફાઈબર કનેકશન લેવાવાળા યુઝર જીઓ ટીવી એપનો પણ ફાયદો ઉઠાવી શકશે. રિલાયન્‍સ જીઓ તરફથી જીઓ ફાઈબરના ટેરીફ પ્‍લાન્‍ટની ઘોષણા નથી કરવામાં આવી જણાવી દઈએ કે રિલાયન્‍સ જીઓના પ્રતિર્સ્‍પધી કંપની ભારતી એરટેલે એપ્રીલમાં રૂા.૨૧૯૯ના માસીક ભાડામાં ૩૦૦ એમબીપીએસની સ્‍પીડ સાથે બ્રોડબેન્‍ડ પ્‍લાન આપવાની જાહેરાત કરેલ. એરટેલે આ સીવાય ૧૦૦ એમબીપીએસની સ્‍પીડ સાથે રૂા.૧૦૯૯ના માસીક ભાડામાં બ્રોડબેન્‍ડ પ્‍લાન પણ લાવ્‍યું છે.

(2:49 pm IST)