Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

હિમાચલ પ્રદેશમાં જંગલમાં આગ બેકાબુ :મૃત્યુઆંક 8 થયો :ચંબામાં ચર્ચ સળગી ગયું : મકારો સુધી આગ પહોંચી ગઈ

હિમાચલ પ્રદેશમાં જંગલમાં લાગેલી આગ બેકાબૂ બની છે, આગની ઝપેટમાં આવવાથી ડેપ્યુટી રેંજર સહિત ચાર લોકોનાં મોત થયા હતા એક વૃદ્ધ મહિલાનું પણ મોત નિપજ્યું હતું. હજુ અનેક લોકો આગમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું.હિમાચલના વિવિધ વિસ્તારો પર આગ લાગવાની ઘટનામાં અત્યારસુધીમાં 8 લોકોનાં મોત થયા છે


હિમાચલમાં છેલ્લા ત્રણ દિવસથી જંગલોમાં આગના અનેક બનાવો સામે આવ્યા છે. જેમાં કરોડો રૂપિયાની જંગલ સંપત્તિનું નુકસાન થયાનું બહાર આવ્યું છે. તો ચંબામાં જંગલની આગની ઝપેટમાં આવવાથી 133 વર્ષ જૂનું ચર્ચ પણ સળગી ગયું છે. શિમલાના સુન્ની વિસ્તારમાં રહેણાંક મકારો સુધી જંગલ મકારો સુધી જંગલ આગ પહોંચી ગઇ હતી. એક ઘરમાં દાદી અને તેની પૌત્રી આગની ઝપેટમાં આવી ગઇ હતી.

(12:51 pm IST)