Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

કરો જલ્‍સા... જુલાઇમાં મેઘરાજા ભરપૂર હેત વરસાવશે

ઓગસ્‍ટમાં સરેરાશથી ઓછો વરસાદ પડે તેવા સંજોગો : દક્ષિણ - ઉત્તર - પૂર્વ ભારતના વિસ્‍તારોમાં પડશે વરસાદની ઘટ

નવી દિલ્‍હી તા. ૩૧ : હવામાન વિભાગે સારા ચોમાસાની આગાહી જાળવી રાખી છે. IMDના જણાવ્‍યા અનુસાર દેશમાં આ વખતે જુલાઇમાં વરસાદ ઘણો સારો રહેશે. જોકે, ઓગસ્‍ટમાં સામાન્‍ય કરતા થોડા ઓછા વરસાદની શક્‍યતા છે. આ સાથે સ્‍થાનિક એજન્‍સીએ સીઝનની મધ્‍યમાં વરસાદમાં ઘટાડાની ચિંતા હળવી કરી છે.

ઉત્તર, પヘમિ અને મધ્‍ય ભારતના ખરીફ પાક માટે મહત્‍વાના વિસ્‍તારોમાં સારા વરસાદની ધારણા છે, પણ દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભારતના વિસ્‍તારોમાં વરસાદની ઘટ પડશે. જોકે, દેશમાં એકંદર વરસાદ સામાન્‍ય રહેવાની આગાહી કરવામાં આવી છે. વિવિધ વૈશ્વિક હવામાન એજન્‍સીઝે જુલાઇ અને ઓગસ્‍ટમાં અનિયમિત વરસાદની આગાહી કરી હતી. આ બાબતે ભારતીય હવામાન વિભાગે જણાવ્‍યું હતું કે, જુલાઇમાં વરસાદ સામાન્‍ય કરતા થોડો વધુ રહેશે. ઓગસ્‍ટમાં વરસાદ સામાન્‍ય સરેરાશના ૯૪ ટકા રહેવાનો અંદાજ છે. નિષ્‍ણાંતોના જણાવ્‍યા અનુસાર જુલાઇ અને ઓગસ્‍ટ મહિનાનો વરસાદ પાક માટે સૌથી મહત્‍વનો ગણાય છે. આ ગાળામાં વરસાદ ઓછો થાય તો એકંદર કૃષિ ઉત્‍પાદનનું ચિત્ર ખોરવાય છે. IMDના બુધવારના નિવેદન અનુસાર ઉત્તમ - પヘમિ ભારતમાં સીઝનલ વરસાદ સરેરાશના ૧૦૦ ટકા, મધ્‍ય ભારતમાં સરેરાશના ૯૯ ટકા વરસાદનો અંદાજ છે. આગાહીના મોડલમાં ૮ ટકા વધઘટની શક્‍યતા છે.

કેર રેટિંગ્‍સના ચીફ ઇકોનોમિસ્‍ટ મદન સબનવિસે જણાવ્‍યું હતું કે, ભારતીય ઉપદ્વીપ સામાન્‍ય રીતે ચોમાસા પર વધુ નિર્ભર હોય છે. સરેરાશ કરતા ઓછા વરસાદને કારણે કેટલાક વિસ્‍તારો પર પ્રતિકૂળ અસર થવાની શક્‍યતા છે.

(12:17 pm IST)