Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પોર્ટ બ્‍લેરમાં ભારે વરસાદઃ એરપોર્ટ લોન્‍જમાં પાણી ભરાયાઃ રોડ અને હવાઇ મુસાફરીને અસર

નવી દિલ્‍હીઃ તા.૩૧, દેશમાં તોફાન અને ભારે વરસાદનો  સિલસિલો ફરી ચાલુ થયો છે. હવામાન ખાતાએ આજે સવારે કેટલાક રાજયોમાં તોફાન અને વરસાદની આશંકા દર્શાવી છે

 ગઇકાલે સાંજે ભારતના કાંઠાના વિસ્‍તારોમાં અચાનક મૌસમે અચાનક કરવટ બદલી હતી અને અનેક રાજયોમાં જોરદાર વરસાદ પડયો હતો. સાગર કિનારાના રાજયોમાં તોફાનના કારણે જોરદાર વરસાદ પડયો  હતો. જયારે પોર્ટ બ્‍લેરમાં પણ ભારે વરસાદના કારણે લોકોના જીવ મુશકેલીમાં મુકાયા હતા. અહિંયા એટલી હદે વરસાદ પડયો હતો કે એરપોર્ટની અંદર લોન્‍જમાં પાણી ભરાઇ ગયા હતા અને કેટલાક વિદેશી પર્યટકો પણ આ પાણીમાંથી પસાર થતા જોવા મળેલ. જયારે પોર્ટ બ્‍લેરના અન્‍ય વિસ્‍તારોમાં પણ કંઇક આવો જ હાલ જોવા મળેલ. જોરદાર વરસાદના કારણે રસ્‍તા અને હવાઇ મુસાફરીને ભારે અસર પહોંચી હતી.

(12:16 pm IST)