Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પૂર્વ અને ઉત્તર -પૂર્વ સિવાય સમગ્ર દેશમાં સામાન્‍ય ચોમાસુ રહેશેઃ મધ્‍ય ભારતમાં ૯૯% અને દક્ષિણમાં ૯૫% વરસાદ

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્‍થાન, જમ્‍મુ-કાશ્‍મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં મેઘરાજા મન મુકીને વરસશે : પヘમિ બંગાળ, ઝારખંડ, બિહાર અને પૂર્વોત્તરમાં ૯૩% વરસાદ પડશે

નવી દિલ્‍હી, તા. ૩૧ : ભારતીય હવામાન વિભાગે કેરળમાં ચોમાસાના આગમન બાદ બીજુ અનુમાન જાહેર કર્યુ છે. જે મુજબ પૂર્વ અને ઉત્તર-પૂર્વ સિવાય સમગ્ર દેશમાં ઉત્તર-પમિ ભારતમાં આ વખતે ભારે વરસાદ થઈ શકે છે. પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્‍મૂ-કશ્‍મીર, દિલ્‍હી અને પીમી ઉત્તર પ્રદેશમાં જૂન-સપ્‍ટેમ્‍બરના સમયગાળામાં સૌથી વધારે વરસાદ થશે અને જુલાઈ સૌથી ગરમ મહીનો હશે. જયારે મધ્‍ય ભારતમાં આ સમય દરમ્‍યાન વરસાદ સાધારણ રહેશે.

  હવામાન વિભાગે જણાવ્‍યુ કે દક્ષિણ ભારતના રાજયોમાં વરસાદ સાધારણ કરતા પણ ઓછી રહેશે. જેમાં કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને પુદ્દુચેરીનો સમાવેશ હશે. જયારે નોર્થ-ઈસ્‍ટ રાજયોમાં સૌથી ઓછા વરસાદનું અનુમાન છે હવામાન વિભાગે અનુમાન લગાવ્‍યુ હતુ કે આ વર્ષે દેશમાં સામાન્‍ય મોનસુન રહેવાની સંભાવના છે પણ બીજા અનુમાન પ્રમાણે આ વખતે મોનસુન સાધારણથી વધારે સારુ રહેશે.

(11:28 am IST)