Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પેટ્રોલમાં રોકાણ કરો, શેર માર્કેટ, મ્‍યુ.ફંડ કરતાં વધુ રિટર્ન મળી શકે છે!

ગરીબ હોવાનો ઢોંગ ન કર, મેં તને પેટ્રોલ પુરાવતા જોયો છે!

રાજકોટ તા. ૩૧ : એક પૈસાના ઘટાડા સાથે પેટ્રોલે આજે ભારતવાસીઓને રાહતની લાગણીનો અહેસાસ કરાવ્‍યો હતો. ઉનાળાની અસહ્ય ગરમીએ લોકોને દઝાડયા તો પેટ્રોલે સળગાવી મૂક્‍યા હતા. કંઇક આવા જ રમૂજી મેસેજ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. ટ્‍વિટર, ફેસબૂક અને વોટ્‍સઅપ પર લોકોએ ભારત સરકારની મજાક ઉડાડતા કટાક્ષરૂપી ફોટોગ્રાફ ફોરવર્ડ કરીને લોકોને એવો અહેસાસ કરાવ્‍યો હતો કે હવે ભારતીયો જાગુ્રત બની ગયા છે અને આંદોલનના અંધાણ થઇ ગયા છે. સોશિયલ મીડિયા પર ફરતા પેટ્રોલ- ડિઝલના ભાવ વધારાના મેસેજ આટલી મોંઘવારીમાં બે ઘડી ગમ્‍મત કરાવે છે તો આવો હાસ્‍યના ફુવારામાં છબછબીયા કરીએ....

એલા... મીઠાઇ વહેંચો

૧૬ દિવસ સુધી પેટ્રોલના ભાવ વધાર્યા બાદ

અધધધ ૧ પૈસાનો ઘટાડો લોકોને મોટી રાહત...

તુ પોતાને ગરીબ હોવાનો દાવો ન કર

મેં તને જોયો છે પેટ્રોલ પુરાવતા

ભાઇ એક જોરદાર સ્‍કિમ ધ્‍યાનમાં આવી છે

ઓછા સમયમાં વધુ કમાઓ

માત્ર દસ હજારનું પેટ્રોલ ખરીદી લ્‍યો

અને અઠવાડિયા બાદ વેચી નાખો

રોજ પચાસ પૈસા વધે છે

શેર માર્કેટ કે મ્‍યુચ્‍યુઅલ ફંડમાં પણ આટલું રિટર્ન નથી મળતું

પેટ્રોલનો ભાવ ભલેને ૧૦૦ થઇ જાય

આપણે તો સાઇકલ જ ચલાવી છે ને....

બ્રેકિંગ ન્‍યૂઝ

સોની ટીવી પરથી પ્રસારિત થયેલો પ્રોગ્રામ (ક્રાઇમ પેટ્રોલ)

નામ બદલીને હવે (ક્રાઇમ કેરોસિન) કરી રહ્યા છે

કારણ કે નામમાં પણ (પેટ્રોલ) પરવડે એમ નથી

મિ....ત્રો.. થોડા દિવસમાં પેટ્રોલ ૫૦ રૂપિયામાં મળશે અડધો લીટર

અમારા બે દિકરા પેટ્રોલ અને ડિઝલ અમારા કહ્યામાં નથી

કોઇ તેની ફરિયાદ અમને કરવી નહીં

વિકાસ ના પપ્‍પા

જેમ જેમ પેટ્રોલના ભાવ વધે છે તેમ તેમ

સાહેબની આબરૂ જાય છે

ઘટે તો પગાર ઘટે

પણ પેટ્રોલ ન ઘટે

ભર ભર તું ભૂરા ગ્‍લાસ ભર

રૂપિયા અને ડોલર બરાબર કરવાની વાત હતી

સાહેબે તો ડિઝલ અને ડોલર બરાબર કરી દીધા

સ્ત્રી ને ઉંમર ન પુછવી અને પુરુષને પેટ્રોલનો ભાવ ન પુછવો

(10:37 am IST)